સુરતમાં બે યુવાનો સામેથી યમરાજને તેડું આપતા જોવા મળ્યા, ધ ગ્રાન્ડ પ્લાઝા પર કોઈપણ સેફટી વગર બનાવી રહ્યા હતા રીલ, વીડિયો વાયરલ થતા જ પોલીસે….

આજનું યુવાધન કઈ દિશામાં જઈ રહ્યું છે ? જીવન જોખમે રીલ્સ બનાવવી સુરતના 2 યુવકોને પડી ભારે, રાહદારીએ બનાવેલો વીડિયો વાયરલ થતા જ પોલીસ આવી ગઈ એક્શન મોડમાં, જુઓ વીડિયો

Youth of Surat made a reel at the risk of their lives : આજે જમાનો સોશિયલ મીડિયાનો છે અને સોશિયલ મીડિયા દ્વારા ઘણા લોકો રાતો રાત ફેમસ પણ થઇ જાય છે. ત્યારે ખાસ કરીને આજનું યુવાધન રીલ્સ બનવાની ફેમસ થવા માટે કંઈપણ કરતું હોય છે. ઘણીવાર તે બાઈક પર અજીબો ગરીબ સ્ટન્ટ કરે છે તો ઘણીવાર એવી કોઈ જગ્યા પર જઈને પોતાનો જીવ પણ જોખમમાં મુકતા હોય છે. આવી જ રીતે રીલ્સ બનાવવાના ચક્કરમાં કેટલાય લોકો ગંભીર અકસ્માતનો ભોગ પણ બની ચુક્યા છે.

ત્યારે હાલ એક ઘટના સુરતમાંથી સામે આવી છે. જેમાં 2 યુવકે એક બિલ્ડીંગ પર પોતાનો જીવ જોખમમાં મૂકીને રીલ બનાવતા જોવા મળ્યા હતા. આ ઘટનાને એક રાહદારીએ પોતાના મોબાઈલમાં કેદ કરી લીધી જેના બાદ તેનો વીડિયો વાયરલ થતા પોલીસ પણ હરકતમાં આવી હતી અને તાત્કાલિક બંને યુવકોને ઝડપીને જેલના સળિયા પાછળ પણ ધકેલી દેવામાં આવ્યા હતા.

આ ઘટના સુરતના વેસુ વિસ્તારમાં આવેલા ધ ગ્રાન્ડ પ્લાઝા કોમ્પ્લેક્સમાં બની હતી, જેમાં બે યુવાનો કોમ્લેક્સની છત પર ચઢી ગયા અને કેમેરાથી રીલ્સ બનાવી રહ્યા હતા. આ દરમિયાન તેમને કોઈ સેફટી પણ નહોતી રાખી. જીવના જોખમે રીલ બનાવી રહેલા આ યુવકોની ઘટના એક રાહદારી દ્વારા કોમ્પ્લેક્સની નીચેથી કેમેરામાં કેદ કરી લેવામાં આવીને સોશિયલ મીડિયામાં તેનો વીડિયો પોસ્ટ કર્યો હતો.

ત્યારે આ ઘટના વાયરલ થઇ જતા પોલીસ પણ એક્શન મોડમાં આવી ગઈ હતી અને તાત્કાલિક કાર્યવાહી કરતા બંને યુવકોનું ધરપકડ પણ કરી લીધી હતી. પોલીસ દ્વારા યુવકને પાઠ ભણાવતા કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરી છે, જેના કારણે ભવિષ્યમાં પણ કોઈ યુવક આ પ્રકારે વીડિયો ના બનાવે.  સારું હતું કે આ યુવકો રીલ બનાવી રહ્યા હતા તે સમયે કોઈ દદુર્ઘટના ના ઘટી, નહિ તો જાનહાની પણ થઇ શકી હોત !

Niraj Patel