ખબર

BREAKING : સુરતમાં તક્ષશિલાકાંડ જેવી આગ ફરી લાગી…બિલ્ડીંગમાં 20 બાળકો ફસાયા, બધા જ સલામત છે હાલ

છેલ્લા ઘણા દિવસથી સુરત શહેર ખુબ ચર્ચામાં છે. એવામાં આજે સુરતમાં ફરી એકવાર તક્ષશિલાકાંડની યાદ તાજી કરાવનારી ઘટના બની છે. જોકે સદ્દનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પણ નાની અમથી ભૂલ આજે ફરી ભારે પડી શકે તેમ હતી. આજે સિંગણપોર વિસ્તારમાં આવેલી એક બિલ્ડીંગમાં મોટી આગની દુર્ઘટના બની છે. આ દુર્ઘટનામાં 20થી વધુ બાળકો ફસાયા હોવાના સમાચાર હતા.

જોકે આગ ઘટનાની માહિતી મળતા તાત્કાલિક ફાયરનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને દિલઘડક રેસ્ક્યૂ કરીને તમામ લોકોનો જીવ બચાવ્યો હતો. આ દુર્ઘટનામાં બિલ્ડિગમાં લાગેલી આગથી આકાશમાં ધુમાડાના ગોટેગોટા વળ્યા હતા.

બિલ્ડિંગના ફાયરને લીધે ત્રીજા ફ્લોર પર આશરે 20 જેટલા લોકો ફસાયા હોવાની માહિતી સામે આવી રહી છે. જેમને તાત્કાલિક બહાર કાઢવા માટે ફાયરબ્રિગેડની ટીમે રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કરી દીધુ છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ, સુરત સીટીના સરથાણા વિસ્તારમાં આવેલી ડિવાઈન સેન્ટર નામની બિલ્ડિંગના બેઝમેન્ટમાં આગ લાગી ગઈ હતી.

આ ભીષણ આગ એટલી ખતરનાક દેખાતી હતી કે, ઉપરના માળ સુધી ધુમાડાના ગોટા પહોંચી ગયા હતા. ફાયરબ્રિગેડે ઘટનાની જાણ થતા જ રેસ્ક્યૂ કરવા પહોંચી ગયા હતા અને તાત્કાલિક ધોરણે લોકોનું રેસ્ક્યુ કર્યું હતું સાથે જ આ રેસ્ક્યૂ ઓપરેશનમાં ફાયરની ટીમે ક્રેનની મદદ લીધી હતી અને 17 જેટલા લોકોને સુરક્ષિત બહાર નિકાળ્યા હતા.

અચાનક જ આગ ફેલાતા ફાયર બ્રિગેડની ટીમ દ્વારા તાબડતોડ રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કરી દેવામાં આવ્યું હતું. આ જગ્યાએ ફસાયેલાં લોકોને ક્રેન દ્વારા નીચે ઉતારવામાં આવ્યા હતા. આ મામલે સુરતના મેયર હેમાલી બોઘાવાલાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે  ત્રીજા માળે લગભગ 20થી 22 જેટલાં બાળકો ફસાયા હતા તે તમામને બચાવી લેવામાં આવ્યા છે અને તેઓ સલામત છે. બેઝમેન્ટમાં લાગેલી આગનું કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી.

ધૂમાડાને કારણે ફસાયેલાં તમામ બાળકોને નીચે લાવી દેવામાં આવ્યા છે. ડિવાઈન સેન્ટર નામના બિલ્ડીંગમાં નીચે બેઝમેન્ટમાં આગ લાગી ગઈ હતી. આ ધુમાડો છેક ઉપર સુધી પહોંચી ગયો હતો. જેના કારણે ઉપર બાળકોમાં બૂમાબૂમ થઈ ગઈ હતી. બે મિનિટ માટે તો સ્થાનિક લોકોને ફરી તક્ષશિલાકાંડની આગના દ્રશ્યો દેખાયા હતા. જોકે ફાયરબ્રિગેડ આવી જતાં રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરીને મોટી દુર્ઘટના ટાળી હતી.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

મીડિયા રિપોર્ટ પ્રમાણે આ મામલે ફાયરબ્રિગેડની ટીમના એક મેમ્બરે  જણાવ્યું કે, મને લાગે છે  ઉપર ટ્યુશન ક્લાસીસ હશે અને તમામ દીકરીઓ હતી. જોકે કોઈને ઈજા પહોંચી નથી અને તમામને સુરક્ષિત બહાર કાઢી લેવામાં આવ્યા છે. સદનસીબે ઉપરના માળે આગ પહોંચી ન હતી, ફક્ત ધૂમાડો જ ગયો હતો.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

ભયંકર આગને પગલે ફાયર બ્રિગેડની ટીમ દ્વારા તાત્કાલિક રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ કરી દેવામાં આવ્યું હતું અને આગમાં ફસાયેલાં તમામ લોકોને ક્રેન ની મદદથી  નીચે ઉતારવામાં આવ્યા હતા. આ મામલે સુરતના મેયર હેમાલી બોઘાવાલાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ત્રીજા માળે 20થી 22 જેટલાં બાળકો ફસાયા હતા તે તમામને બચાવી લેવામાં આવ્યા છે અને બધા જ સલામત છે. સુરતના સરથાણામં ડિવાઇન સેન્ટર નામની બિલ્ડિંગ આવેલી છે, જેના બેઝમેન્ટમાં આગ લાગી હતી અને આગ એટલી ભીષણ હતી કે ઘુમાડાના ગોટેગોટા જોવા મળી રહ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, આગ લાગ્યાની જાણ થતા જ ફાયરવિભાગનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયો હતો અને આગ બુઝાવવાની કામગીરી શરૂ કરી હતી. આ સાથે જ રેસ્કયુ ઓપરેશન પણ શરૂ કરવામાં આવ્યુ હતુ. રેસ્કયુ ઓપરેશનમાં ફાયરની ટીમ દ્વારા ક્રેનની મદદ લેવામાં આવી હતી અને 17 જેટલા લોકોનું રેસ્કયુ સુરક્ષિત રીતે કરવામાં આવ્યુ હતુ, આ દુર્ઘટનાને પગલે મેયર અને ડેપ્યુટી મેયર સહિતના અનેક લોકો ઘટનાસ્થળે દોડી ગયા હતા. આગની ઘટના જયાં બની તે વિસ્તાર ઘણો ભીડભાડવાળો હતો. જેના કારણે લોકોમાં અફરાતફરી મચી ગઇ હતી.

ફાયરની ટીમ દ્વારા રેસ્ક્યૂ ઓપરેશન દરમિયાન બેઝમેન્ટનો ધુમાડો બહાર કાઢવા માટે દિવાલમાં બાકોરૂં પાડવામાં આવ્યુ હતુ. કોમ્પલેક્સની બાજુમાં બાકોરૂં પાડીને મશીન મૂકવામાં આવ્યુ હતુ, જેના દ્વારા ધુમાડાને બહાર કાઢવામાં આવ્યો હતો. જોકે હજુ સુધી આ ઘટનામાં સદ્નસીબે કોઇ જાનહાની થવાની ખબર નથી આવી.

દિવ્ય ભાસ્કરના રીપોર્ટ અનુસાર આ દુર્ઘટનાની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું કે આગ લાગી ત્યારે બિલ્ડીંગના ટેરેસ પર લોક હતું. જેથી પાલિકા કમિશનરે શહેરના તમામ કોમર્શિયલ બિલ્ડીંગોના ટેરેસ પર દરવાજા ખુલ્લા રાખવા સૂચના આપી છે. નહિંતર તે બિલ્ડીંગની ફાયર એનઓસી પરત લઇ લેવામાં આવશે.