સુરત ગ્રીષ્મા હત્યા કેસમાં વધુ એક ખુલાસો: તે યુવાન પ્રેમ સબંધ રાખવા બળજબરીથી…

છેલ્લા ૨ દિવસથી ગુજરાતની અંદર હાલ સુરતમાં થયેલ ગ્રીષ્મા વેકરીયા નામની માસુમ દીકરીની હત્યાનો મામલો ખુબ જ ચર્ચામાં છે. એક તરફી પ્રેમમાં પાગલ બનેલા ફેનિલ નામના નરાધમ યુવકે ગ્રીષ્માના પરિવારજનોની સામે જ તેની સોસાયટીની બહાર ખુલ્લે આમ તેની ગળું કાપીને હત્યા કરી નાખી. આ ઘટનાનો વીડિયો પણ ગત રોજ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો, જેના બાદ લોકોમાં પણ ભારે રોષ ફેલાયેલો જોવા મળી રહ્યો છે.

છેલ્લા એક વર્ષથી ફેનિલ ગ્રીષ્માને હેરાન કરતો હતો જેના બાદ પરિવારે સમજાવ્યો હોવા છતાં તે શનિવારે ઘરે આવી ગયો હતો. જો કે, તેને ફરી સમજાવવા જતાં ગ્રીષ્માના મોટા પપ્પા-ભાઈને તેણે ચપ્પુના ઘા માર્યા હતા અને હાથમાં જકડી લીધેલી ગ્રીષ્માનું ગળું કાપી નાખ્યું હતું. ગ્રીષ્માની માતાને હજુ દીકરી આ દુનિયામાં નથી રહી તે અંગની જાણ નથી, તેમને એમ જ કહેવામાં આવ્યું છે કે ગ્રીષ્માની સારવાર ચાલી રહી છે.

તો બીજી તરફ ગ્રીષ્માના પિતા નંદલાલ પણ  દીકરીના મોતથી અજાણ છે. તેઓ હાલ આફ્રિકામાં છે અને તેમના આવ્યા બાદ દીકરીના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. ગ્રીષ્માના પિતા નંદલાલને જાણ કરવામાં આવી છે કે તેમના દીકરાનો અકસ્માત થયો છે. તો આ મામલામાં આરોપી ફેનીલનાં પિતાનું પણ નિવેદન સામે આવ્યું છે.

ફેનીલનાં પિતાએ જણાવ્યું કે, “ફેનિલ મારો દિકરો છે, પરંતુ આજે કહું છું કે, અમારો ખોટો સિક્કો છે. તે અમારા કહ્યામાં રહ્યો નથી. ફેનિલ વિશે ગ્રીષ્માના પરિવારે ફરિયાદ પણ કરી હતી. ત્યારે પણ મેં ફેનિલને ઠપકો આપ્યો હતો. ફેનિલે તે વખતે મને જણાવ્યું કે, હવેથી હું ગ્રીષ્માને હેરાન નહીં કરું, પરંતુ ત્યાર બાદ પણ તે સુધર્યો નહિ. તેણે જે કર્યું તે શરમજનક છે. કાયદો તેને ફાંસીની સજા પણ આપશે તો પણ અમને મંજૂર છે.”

સુરત જિલ્લાના કામરેજ તાલુકાના પાસોદરા ગામના પાટિયા નજીક 18 વર્ષનો યુવાન ફેનીલ ગોયાણી્એ એક તરફી પ્રેમમાં સાથે જ અભ્યાસ કરતી 21 વર્ષની યુવતી ગ્રીષ્મા વેંકરિયાનું જાહેરમાં ચપ્પુ વડે ગળું કાપી મોતને ઘાટ ઉતારી દીધી હતી. સુરતની આ નિર્દોષ યુવતીનું ઢિમ ઢાળી યુવાને પોતે પણ હાથે અને પગે ચપ્પુના ઘા મારી ઝેરી દવા પીધી હતી,

યુવાન હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે જયાં તેની હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યુ છે. બીજી બાજુ ગ્રીષ્માના પિતા નંદલાલભાઈ અને માતા વિલાસબેન હજુ સુધી ગ્રીષ્માના મૃત્યુ અંગે અજાણ છે. નંદલાલભાઈ આફ્રિકાથી મંગળવારે આવ્યા બાદ ગ્રીષ્માની અંતિમ વિધિ કરાશે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર ફેનિલ વારંવાર ગ્રીષ્માને પ્રેમ સબંધ રાખવા બળજબરી કરી પીછો કરતો હતો. પરંતુ તે ન માનતા ફેનીલે એકતરફી પ્રેમમાં ગ્રીષ્માંનું ઢિમ ઢાળી દેવાનું નક્કી કરી સાંજે હાથમાં ચપ્પુ રાખી ગ્રીષ્માંની સોસાયટી ખાતે પહોંચ્યો જયાં યુવતીના પપ્પનાં મોટા ભાઈ અને ભાઈ ફેનિલને સમજાવાં જતા યુવાને બન્ને પર ચપ્પુ વળે હુમલો કાર્યો હતો.

બાદમાં જાહેરમાં ગ્રીષ્માંનાં ગળે ચપ્પુ મુકી તેણીનું ગળું કાપી મોતને ઘાટ ઉતારી દીધી હતી. હજુ તો કોલેજમાં અભ્યાસ કરતી માસુમ યુવતીની હત્યાને મામલે આખા કામરેજમાં ગમગીનીનો માહોલ જોવા મળ્યો હતો. ત્યારે કામરેજના પૂર્વ ધારાસભ્ય પ્રફુલ પાનસુંરિયા રવિવારે વહેલી સવારે મૃતકના પરિવારની મુલાકાત લીધી હતી અને પરિવારજનોને સાંત્વના આપી હતી.

આ સાથે તેમણે રાજ્યના ગૃહ પ્રધાન હર્ષ સંઘવી સાથે વીડિયો કોલ પર વાત કરાવી હતી. યુવતીના પરિવારજનોએ ભીની આંખે ગૃહ પ્રધાન પાસે હત્યારા ફેનીલનેં કડક સજા અપાવવા જણાવ્યું હતુ. જે બાદ હર્ષ સંઘવી પરિવારને મળીને પણ સાંત્વના પાઠવી હતી.

YC