છેલ્લા કેટલાય સમયથી હોટેલ અને રેસ્ટોરન્ટમાં સ્વચ્છતા મુદ્દે ઘણા હોબાળા મચતાં જોયા છે. નામચીન રેસ્ટોરન્ટમાં પણ સ્વચ્છતાની કાળજી નથી રાખવામાં આવતી. અવાર- નવાર જમવામાંથી જીવાત કે વાળ અથવા કચરો નીકળવાની ઘટનાઓ સામે આવતી રહે છે.

આવી જ એક ઘટના સુરતના પ્રખ્યાત રેસ્ટોરન્ટ મેકડોનોલ્ડમાંથી સામે આવી છે. જ્યાં એક યુવાન બર્ગર ખાવા માટે ગયો અને બર્ગરમાં જીવાત નીકળતા યુવકે વિડીયો ઉતારી અને લોકોને આવી બ્રાન્ડની બેદરકારી બતાવી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર સુરતના સરથાણા જકાતનાકા પાસે આવેલા મેકડોનાલ્ડમાં એક યુવક સાંજના સમયે બર્ગર ખાવા માટે ગયો હતો. ઓર્ડર આપ્યાના થોડા જ ક્ષણોમાં યુવકે મંગાવેલો તેનો મનગમતો બર્ગર આવી ગયો અને જેવું તેને ખાવા માટે રેપર હટાવ્યું, એક વંદો બર્ગરની અંદર મૃત હાલતમાં મળી આવ્યો હતો.

યુવકના બર્ગરમાં જીવાત નીકળતા જ તે હેરાન થઇ ગયો હતો. અને તરત જ સ્ટાફને જાણ કરી હતી. સ્ટાફને જાણ કરતા જ સ્ટાફે પહેલા તો પોતાની ભૂલ સ્વીકારવાની ના પાડી દીધી હતી. પરંતુ જયારે યુવકે તેનો વિડીયો ઉતારવાનો શરૂ કર્યો ત્યારે મેનેજરે આવી અને પોતાની ભૂલ સ્વીકારવા લાગ્યો હતો.
સુરત: મેકડોનાલ્ડના બર્ગરમાં વંદો નીકળ્યો, નાસ્તો કરવા ગયેલા યુવકે હંગામો કરી VIDEO કર્યો વાયરલ @kirtesh87356110 pic.twitter.com/b9K8puw7F5
— News18Gujarati (@News18Guj) September 26, 2020
આ વિડીયો હાલ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. આવી મોટી બ્રાન્ડ દ્વારા પણ ગ્રાહકોના આરોગ્ય સામે ચેડાં થઇ રહ્યા હોવાનું સામે આવી રહ્યું છે. આ વિડીયો જોઈને હોટેલ પ્રસાશન અને રેસ્ટોરન્ટ માલિકોની ઘોર નિંદા પણ થઇ રહી છે.
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.