ખબર

આ દર્દીઓ માટે સુરતની સિવિલ હોસ્પિટલમાં ગેટ બંધ કરાતા હાલાકી વધી- જાણો વિગત

આજે સુરત સિવિલ હોસ્પિટલે સામાન્ય બીમાર દર્દીઓ માટે સંપૂર્ણ બંધ રખાય હોવાના સંકેત આપતા ચર્ચાનો વિષય બન્યો છે. ચીફ સિક્યુરિટી ગાંધીએ આજે હોસ્પિટલના મેઈન ગેટને બંધ કરાવી દેતા દર્દીના સગાઓ પણ ચકી થઇ ગયા. રીંગ રોડના મેઈન દરવાજોને બંધ કરી હોસ્પિટલ મેનેજમેન્ટ સામે અનેક પ્રશ્નો ઉભા થયા છે. સિક્યુરિટીએ કહ્યું કે,RMOના મૌખિક આદેશથી આ ગેટ બંધ કરાયો છે. બીજી તરફનો ગેટ ચાલુ છે.

સમગ્ર ગુજરાતમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે અને તેેમાં સુરતમાં પણ કોરોનાએ માઝા મૂકી છે ત્યાં જિલ્લામાં એક તરફ હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઇ રહી છે, બેડ ફૂલ થઇ રહ્યા છે અને ઓક્સિજનની પણ અછત સર્જાઇ રહી છે ત્યારે દર્દીઓ ભગવાન ભરોસે છે. તેવામાં સુરત સિવિલ હોસ્પિટલે કોરોનાગ્રસ્ત દર્દીઓ માટે દરવાજા બંધ કરી દીધા છે. ઓક્સિજન અને વેન્ટિલેટરના અભાવે હવે સુરત સિવિલ હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓને દાખલ નહી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

પ્રતિકાત્મક તસવીર

સુરતની સિવિલ હોસ્પિટલમાં આજે સવારથી કોરોનાના ગંભીર દર્દીને દાખલ કરવાનું બંધ કરાતા હોબાળો મચી ગયો હતો. ગંભીર પ્રકારના દર્દી આવતા હતા તેને હાલમાં સારવાર માટે દાખલ નહીં થાય તેવું કહી દેવાયું હતું. સુરત શહેરમાં ખાનગી હોસ્પિટલોમાં હાલ ગંભીર દર્દીઓને દાખલ કરવાની જગ્યા નથી જેને કારણે સિવિલ અને સ્મીમેર હોસ્પિટલમાં ધસારો થઈ રહ્યો છે. પરંતુ આજે અચાનક જ સિવિલ હોસ્પિટલમાં પણ દર્દીઓને દાખલ કરવાની ના પાડી દેતા દર્દીના સગાની હાલત કફોડી થઈ રહી છે.

પ્રતિકાત્મક તસવીર

કોરોના વાયરસ વચ્ચે સુરતની મુશ્કેલી વધે તેવી શક્યતાઓ છે. સુરતમાં ઓક્સિજનની અછત થવાની ભીતિ વ્યકત કરાઇ છે જેના કારણે સુરતમાં પરિસ્થિતિ વિકટ બનવાની શંકા સેવાઇ રહી છે. સુરતમાં અનેક ખાનગી હોસ્પિટલે નવા દર્દી દાખલ કરવાનું બંધ કર્યું છે. સુરતમાં હાલમાં 220 ટન ઓક્સિજનની આવક છે. સામે તરફે સુરતમાં 250 ટનથી વધુની માંગ છે. સુરતમાં ગંભીર દર્દીની સંખ્યામાં પણ વધારો થઇ રહ્યો છે.કોરોનાના કહેર વચ્ચે સુરત સિવિલ હોસ્પિટલે સામાન્ય બીમાર દર્દીઓ માટે સંપૂર્ણ બંધ રખાય હોવાના સંકેત આપતા ચર્ચાનો વિષય બન્યો છે. ચીફ સિક્યુરિટીએ આજે હોસ્પિટલના મેઈન ગેટને બંધ કરાવી દેતા દર્દીના સગાઓ પણ આશ્ચર્યમાં પડી ગયા છે. રીંગ રોડના મુખ્ય ગેટને બંધ કરી હોસ્પિટલ મેનેજમેન્ટ સામે અનેક પ્રશ્નો ઉભા થયા છે.

પ્રતિકાત્મક તસવીર

સુરતમાં કોરોનાના કહેરમાં રવિવારે સિટીમાં સત્તાવાર રીતે 26 અને જીલ્લામાં 1 મળી કુલ 27 મોત થયા હતા. સિટીમાં નવા 1690 અને જીલ્લામાં 413 મળી કોરોનાનાં નવા 2103 દર્દી નોંધાયા છે. તો શહેરમાંથી વધુ 1220 અને ગ્રામ્યમાંથી 387 મળી કુલ 1607 દર્દીને રજા અપાઇ હતી.