સ્પામાં એકથી એક ચડિયાતી યુવતીઓ સાથે ચાલી રહી હતી કામલીલા અને અચાનક ત્રાટકી પોલીસ પછી…
ગુજરાતની અંદરથી દેહ વિક્રયની ઘણી ઘટનાઓના પર્દાફાશ થયા છે, સ્પા અને સલૂનના નામ ઉપર ઘણી જગ્યાએ આવા ગોરખ ધંધાઓ ચાલતા હોય છે. ખાસ કરીને સુરતમાંથી આવી ઘણી ઘટનાઓ સામે આવતી રહે છે. ત્યારે હાલ એવી જ એક ઘટના સુરતમાંથી સામે આવી રહી છે. (તમામ તસવીરો પ્રતીકાત્મક છે.)
પ્રાપ્ત માહિતી અનુસાર સુરતના વેસુ વીઆઇડી રોડ પર આવેલા એલાન્ટા બિઝનેસ હબમાં લક્ઝરીયા સલુન એન્ડ વેલ્નેશ સ્પામાં વિદેશી યુવતીઓને લાવીને ચલાવાતા ગોરખ ધંધાનો પર્દાફાશ થયો છે. આ બાબતની બાતમી પોલીસે મળતા રેડ કરવામાં આવી હતી
જેમાં 3 સંચાલકો સહિત 9ની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે રેડ કરતાં સ્પામાં અફરા-તફરીનો માહોલ સર્જાઈ ગયો હતો. પોલીસે આ સ્પામાં રેડ પાડી ત્યારે સ્પાની અંદર બનાવેલા અલગ અલગ પાંચ કેબિનમાં વિદેશી યુવતીઓ યુવકો સાથે આપત્તીજનક હાલતમાં મળી આવી હતી.
તો આ બાબતે મળી રહેલી વધુ માહિતી અનુસાર લક્ઝરીયા સલુન એન્ડ વેલ્નેશ સ્પામાં છેલ્લા 7 મહિનાથી કૂટણખાનું ચાલી રહ્યું હતું. આ સ્પામાં કુલ 8 કેબિન બનાવવામાં આવ્યા હતા. જેમાંથી એક કેબિનમાં દલાલ બેસતો હતો.
આ સ્પાની આડમાં દેહવિક્રયનો ધંધો કરવા માટે સ્પા સંચાલકો ટુરિસ્ટ વિઝા પર થાઇલેન્ટથી યુવતીઓને ભારતમાં બોલાવતા હતા અને તેમની પાસે દેહ વિક્રયનો વેપાર કરાવતા હતા. સ્પામાં આવ્યા ગ્રાહકને દેહ વિક્રય માટે ઓફર આપવામાં આવતી અને જેનો ભાવ 1 હજાર રૂપિયા નક્કી કરવામાં આવતો, જેમાંથી 500 રૂપિયા યુવતીને આપવામાં આવતા હોવાનું પણ સામે આવ્યું છે.
પોલીસે કરેલી છાપામારીમાં સ્પામાંથી થાઇલેન્ડની પાંચ યુવતીઓ મળી આવી છે. તેમજ સ્પામાંથી 6 ગ્રાહક અને 3 સંચાલકો પણ મળી આવ્યા હતા. પોલીસે ગ્રાહકો અને સંચાલકોની ધરપકડ કરી છે. તેમજ થાઈલેન્ડની યુવતીઓને ડિપોર્ટ કરવાની કાર્યવાહી હાથ ધરી છે.