સુરત : 8 મહિનાના નાના ભૂલકાને માર મારી બ્રેન હેમરેજ કરી દેનાર કેરટેકરની પોલિસે કરી ધરપકડ, દાદીએ કહ્યુ એવું કે…

સુરતના રાંદેરમાંથી આજે જ એક હચમચાવી દેનારી ઘટના સામે આવી હતી. જેમાં એક માસૂમ 8 માસના બાળક સાથે એક કેરેટકરે જે કર્યુ તે ખરેખર ક્રૂરતા હતી. રાંદેર પાલનપુર પાટિયા હિમગિરિ સોસાયટીમાં શિક્ષકના 8 માસના બે ટ્વિન્સ બાળકોને સાચવવા કેરટેકર રાખી હતી અને તેણે વ્યક્તિગત ગુસ્સો એક માસૂમ બાળક પર કાઢ્યો હતો. તેણે 5 મિનિટ સુધી એક બાળકને પલંગ પર 4થી 5 વાર પછાડ્યો.આ ઉપરાંત તેના કાન પણ મચેડ્યા અને તેને પાટ પર ફેંકીને માર માર્યો, જેને કારણે બાળક બેભાન થઈ ગયું જે બાદ કેરટેકરે બાળકનાં માતા-પિતાને જાણ કરી હતી. માતા-પિતા બાળકને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ ગયાં હતાં, જ્યાં તેને માથામાં ઈજા થતાં બ્રેન હેમરેજ થયાનું સામે આવ્યુ હતું.

આ ઘટનાના સીસીટીવી ફુટેજ સામે આવ્યા બાદ માતા-પિતા દ્વારા પોલિસમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. સીસીટીવી ફુટેજમાં જોવા મળ્યુ હતુ કે બાળક પર મહિલા કેટલો અત્યાચાર કરી રહી હતી. બાળક રડતુ હતુ તેમ છત્તાં પણ તેને દયા ન આવી અને તે બાળકને મારતી જ રહી. આખરે આ મામલો રાંદેર પોલિસ સ્ટેશન પહોંચ્યો અને પોલિસે બાળકના પિતાની ફરિયાદને આધારે કેરટેકર મહિલા કોમલની ધરપકડ પણ કરી. બાળકના પિતા મિતેશ પટેલ અનુસાર બાળકની દાદી બાજુના ફ્લેટમાં રહે છે અને તેમને દીકરાના ઘરમાંથી બાળકનો રડવાનો અવાજ આવતા તેમણે તેમના દીકરાને ફોન કરીને કહ્યુ હતુ કે આયા બાળકોને મારે છે.

ત્યાર બાદ બાળકના પિતાએ ઘરમાં સીસીટીવી કેમેરા લગાવ્યા હતા અને આના જ કારણે આયા જે ક્રૂરતા બાળક પર કરતી હતી તે કેમેરામાં કેદ થઇ ગઇ હતી. સીસીટીવી ફુટેજમાં જોવા મળી રહ્યુ હતુ કે કેરટેકર મહિલા એક બાળકને હવામાં ઉછાળી રહી છે જે બાદ બાળક પલંગ પર પડી રહ્યુ છે. બાદમાં આયા તેને તમાચા પણ મારી રહી છે. આ ઉપરાંત તે બાળકને પલંગ પર પણ પટકી રહી છે. આયાની આવી ક્રૂરતા બાદ બાળકને ખૂબ ઈજા પહોંચી હતી. જે બાદમાં બાળકને સારવાર માટે હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યું છે.

આ મામલે બાળકની સારવાર કરી રહેલા ડૉક્ટરની પ્રતિક્રિયા સામે આવી છે. વીટીવીના રીપોર્ટ અનુસાર, સીટી સ્કેનમાં બાળકને મગજમાં ગંભીર ઈજાઓ પહોંચી હોવાનુ જાણવા મળ્યુ છે.  આ સાથે બાળકનુ બ્લડ પ્રેશર અને હ્યદયના ધબકારા પણ અનિયમિત છે જેની દવા પણ ચાલુ કરી દેવામાં આવી છે અને આ ઉપરાંત બાળકના મગજની આસપાસ લોહીના ગઠ્ઠા પણ જામી ગયા છે, MRI મારફતે બાળકને મગજમાં પહોંચેલી ઈજાની વધુ વિગતો સામે આવી શકે છે, હાલ આ બાળક વેન્ટિલેટર ઉપર હોવાથી સ્થિતિ ગંભીર હોવાનુ ડૉક્ટરે જણાવ્યુ હતુ.

જોકે હાલ બાળક હોસ્પિટલમાં દાખલ છે. ઉલ્લેખનીય છે કે, ઘરમાં લાગેલા સીસીટીવી કેમેરા ચેક કરતા સમગ્ર ઘટના સામે આવી હતી. કેરટેકર મહિલાએ બાળક પર જે અત્યાચાર કર્યો તે કેમેરામાં કેદ થઇ ગયો હતો.આ બાબતે બાળકના પિતાએ પોલિસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવી છે. હાલ તો આ ફરિયાદને આધારે કેરટેકર મહિલા કોમલ ચાંદલેકર પર હત્યાની કોશિશનો ગુનો નોંધવામાં આવ્યો છે અને તેની ધરપકડ કરવામાં આવી. કોમલને છેલ્લા ત્રણેક મહીનાથી કામ પર રાખવામાં આવી હતી, તેનો પગાર ત્રણ હજાર હતો. આરોપીનો પતિ સ્કૂલમાં નોકરી કરે છે.

આ બાળકના માતા આઇટીઆઇમાં ઇન્સ્ટ્રચર છે અને પિતા શિક્ષક છે.આ બાબતે પોલિસના જણાવ્યા અનુસાર, કોમલને કોઇ બાળક નથી અને તેને ઘરનું ટેન્શન ઘણુ હતુ. આ ગુસ્સો તેણે બાળક પર ઠાલવ્યો અને બાળકને પલંગમાં પછાડી અને કાન મચેડી હવામાં ઉઠાળ્યુ હતુ. માતા-પિતા નોકરી પર ગયા બાદ બાળકો ઘણા રડતા હતા તેવું સ્થાનિક લોકોએ વાલીઓને વાત કરી અને આને કારણે તેઓએ ઘરમાં સીસીટીવી કેમેરા લગાવ્યા હતા. સીસીટીવી કેમેરા તપાસતા આ આખો મામલો બહાર આવ્યો અને કોમલ પર હત્યાની કોશિશનો ગુનો નોંધવામાં આવ્યો.

Shah Jina