સુરતમાં CAનો અભ્યાસ કરનાર વિધાર્થીની ગુમ થવાને લઈને માંગવામાં આવી હતી 10 લાખની ખંડણી, હવે આવ્યો આ કેસમાં નવો વળાંક

દેશભરમાં હત્યા અને લૂંટના બનાવો સતત સામે આવી રહ્યા છે. ગુજરાતમાંથી પણ આવી ઘણી જ ઘટનાઓ સામે આવતી જોવા મળે છે, ત્યારે થોડા દિવસ પહેલા સુરતના સુરતના વરાછામાં સીએનો અભ્યાસ કરતી એક યુવતી ગુમ થયાની ખબર આવ્યા બાદ તેના પરિવાર પાસે 10 લાખની ખંડણી મંગાવામાં આવી હતી, જેના બાદ આ કેસમાં એક ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે.

હાલ મળી રહેલી ખબર પ્રમાણે અઠવાડિયા પહેલા ગુમ થયેલ આ યુવતીને દિલ્હીમાં એક બસની અંદરથી તેના પ્રેમી સાથે જ પકડી પાડવામાં આવી છે. યુવતીના પ્ર્રેમઇએ જ પરિવારને ગેરમાર્ગે દોરવા માં તે 10 લાખની ખંડણી માંગી હતી. એટલું જ નહિ, તેમને કોઈ પકડી ના શકે તે કારણે તેમને સાદો ફોન અને 5 સીમકાર્ડ પણ લઇ લીધા હતા અને તેઓ કોઈપણ જગ્યાએ 12 કલાકથી વધુ સમય સુધી રોકાયા પણ નહોતા.

આ સમગ્ર ઘટનાની અંદર સુરતના વરાછા વિસ્તારમાં રહેનાર અને સીએનો અભ્યાસ કરનાર 20 વર્ષીય વિધાર્થીની બુક લેવાના બહાને તેના પ્રેમી સાથે ફરાર થઇ ગઈ હતી. જેના બાદ યુવતીના પિતાને ખંડણી માટેનો ફોન આવ્યો હતો. જેમાં જણાવવામાં આવ્યું હતું કે દીકરીને જીવતી જોવા માંગતા હોય તો 10 લાખ રૂપિયાની વ્યવસ્થા કરો. જેના કારણે રત્ન કલાકાર દીકરીના પિતા પણ ચિંતામાં મુકાઈ ગયા હતા. આજ પ્રકારે અલગ અલગ ત્રણ નંબરથી વિધાર્થીનીના પિતાને ફોન આવતા તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી.

વિદ્યાર્થિની બુક લેવા ગઈ ત્યારે તેનો ફોન ઘરે જ મુકી ગઈ હતી. તેથી તેના પિતાએ ફોન ચેક કરતા ફોન ફોર્મેટ મારેલો હતો. તેના ફોનમાં કોઈ રેકોર્ડ મળ્યા ન હતા. તેથી કોની સાથે સંપર્કમાં હતી છેલ્લે કોની સાથે વાત કરી હતી તે માહિતી પોલીસને મળી નથી. સવા છ વાગે ઘરેથી ગયાના માત્ર 54 મિનિટ પર અપહરણકર્તાનો ફોન આવ્યો હતો. જેના કારણે આ બધી જ બાબતો શંકા પેદા કરનારી હતી.

પોલીસની પ્રાથમિક તપાસમાં યુવતી સીસીટીવી કેમેરામાં છેલ્લે હીરાબાગ શાકભાજી માર્કેટથી ચાલતી ચાલતી કાપોદ્રા પોપડા સુધી જતી દેખાય છે. આ ઉપરાંત યુવતીનો કાપોદ્રામાં રહેતા યુવક સાથે અગાઉ પ્રેમ સંબંધ હતો અને તે પણ ઘરેથી ગાયબ હોવાનું બહાર આવ્યું હતું. પોલીસને આશંકા છે કે યુવતી તેના પ્રેમી સાથે ભાગી ગઈ છે અને પકડાઈ નહીં જવાય તે માટે બંને જણા પોત પોતાના મોબાઈલ ફોન પણ ઘરે મુકીને ગયા છે.

પરંતુ તેમનો આ પ્લાન સફળ ના થયો અને અંતે યુવતી અને તેના પ્રેમીને દિલ્હીમાં આગ્રા-મથુરા રોડના ટોલનાકા પાસે ચાલુ બસમાંથી ઝડપી પાડવામાં આવ્યા હતા. જેના બાદ પોલીસેની પુછપરછમાં તેમને જણાવ્યું હતું કે વિધાર્થીની જયારે સીએનો અભ્યાસ કરતી હતી ત્યારે તેની સાથે અભ્યાસ કરનાર એક વિધાર્થીનો મિત્ર પણ ત્યાં આવતો જતો હતો, જેના કારણે બંને પ્રેમ સંબંધોમાં બંધાયા હતા.

યુવકને 21 વર્ષ પૂર્ણ ના થવાના કારણે 3 મહિના પહેલા જ બંનેએ મૈત્રી કરાર કરીને ભાગવાનું પ્લાનિંગ બનાવ્યું હતું. તેમણે એક વીડિયોમાં જોયું હતું કે પોલીસ મોબાઇલ ટ્રેસ કરીને આરોપી સુધી પહોંચી શકે છે. જેથી બંનેએ 5 સીમ અને 5 સાદા ફોન પણ લીધાં હતાં. બંને કોઇપણ સ્થળે 12 કલાકથી વધુ ન રોકાતા. સુરતથી બસમાં ચિત્તોડગઢ ગયા, ત્યાંથી મંદસોર થઇને ઇન્દોર અને વાયા આગ્રા દિલ્હી પહોંચ્યા હતા.

Niraj Patel