“દોઢેક વર્ષથી મારી જિંદગી ખરાબ થઇ ગઈ છે !” વીડિયો બનાવીને સુરતના બિલ્ડરે અમદાવાદમાં ઝેરી દવા ગટગટાવી, હોસ્પિટલમાં પણ બીજી વાર આપઘાતનો કર્યો પ્રયાસ અને…

બિલ્ડરે વીડિયોમાં રડતા રડતા જણાવી પોતાની આપવીતી.. કહ્યું “છેલ્લા દોઢ વર્ષથી મારી જિંદગી…” વીડિયો બનાવ્યા બાદ અમદાવાદમાં ઝેરી દવા ગટગટાવી લીધી… જુઓ વીડિયો

ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી આપઘાતની ઘણી ઘટનાઓ સામે આવી રહી છે. જેમાં કેટલાય લોકો આર્થિક તંગીના કારણે તો કોઈ પ્રેમ પ્રસંગોના કારણે તો કોઈ વ્યાજખોરોના ત્રાસના કારણે પોતાનું જીવન ટૂંકાવી દેતા હોય છે. તો કેટલાક લોકો પારિવારિક ઝઘડાના કારણે પણ આપઘાત જેવા ભયાનક પગલાં ભરી લેતા હોય છે. ત્યારે હાલ એવી જ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે.

આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર, સુરતના મોટા વરાછાના મોટા ગજાના બોલ્ડર એવા અશ્વિન છોડવડીયાએ અમદાવાદની અંદર ઝેરી દવા પી અને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. જેમની હોસ્પિટલની અંદર હાલ સારવાર ચાલી રહી છે. અશ્વિનભાઈએ આપઘાત કરતા પહેલા એક વીડિયો પણ બનાવ્યો હતો જેમાં તેણે પોતાની આપવીતી પણ જણાવી હતી.

આ વીડિયોને તેમને નજીકના સંબંધીઓને મોકલી દીધો હતો. જે હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. હાલ બિલ્ડરની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે અને તેમની હાલત સ્થિર હોવાનું સામે આવ્યું છે. વીડિયોમાં તે જણાવી રહ્યા છે કે, ” મારી પર જે વીત્યું છે એની સુસાઈડ નોટ મેં બનાવી છે. આ સિવાય કોલ રેકોર્ડ્સ પણ કર્યા છે જેની વિગત ઓફિસના એક કોમ્પ્યુટરમાં મૂકવામાં આવી છે. એ તું મેળવી લેજે.”

તેઓ વીડિયોમાં એ પણ જણાવી રહ્યા છે કે છેલ્લા દોઢેક વર્ષથી તેમની જિંદગી નર્ક બની ગઈ છે અને તે ત્યારથી જ આપઘાત કરવા ઇચ્છતા હતા, પરંતુ તેમની પત્નીને આ વાતનો અણસાર આવી જતા તેમને એકલા છોડતી નહોતી. આ ઉપરાંત એમની સાથે લોકોએ ખોટું કર્યું છે એ વાત પણ તેમણે જણાવી છે અને તેમને છોડતા નહિ એવું પણ તે બોલી રહ્યા છે. પરંતુ તેમને વીડિયોમાં કોઈના નામ નથી લીધા.

ત્યારે હાલ આ મામલે હાઇકોર્ટ પોલીસ તપાસ કરી રહી છે. હાલ બિલ્ડરે આર્થિક તંગીમાં ફસાઈને આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે. બિલ્ડરે જાણે આપઘાત કરવાનું નક્કી કર્યું હોય તેમ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવતા ત્યાં પણ તેમને પત્નીનો દુપટ્ટો લઈને ફરીવાર આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. જો કે આ દરમિયાન તેમને બચાવી લેવામાં આવ્યા હતા. હાલ તેમની હાલત સ્થિર છે.

Niraj Patel