મહામારીના કારણે આર્થિક તંગીમાં આવી ગયેલા સુરતના બિલ્ડરે પોતાના ફાર્મ હાઉસ ઉપર ગળે ટુંપો ખાઈને જીવન ટૂંકાવ્યું

કોરોના વાયરસની ચપેટમાં તો લાખો લોકો આવી ગયા છે, પરંતુ ઘણા લોકો આ મહામારીના કારણે આર્થિક સંકળામણનો પણ ભોગ બની ગયા છે, ઘણા લોકો આર્થિક મહામારીનો સામનો ના કરી શકવાના કારણે પોતાનું જીવન પણ ટૂંકાવી દે છે તો ઘણા પરિવારો દ્વારા સામુહિક આપઘાત કરવાના પણ કિસ્સાઓ સામે આવે છે.

હાલ સુરતમાંથી પણ એક એવો જ કિસ્સો સામે આવ્યો છે, જ્યાં એક બિલ્ડરે આર્થિક મહામારીમાં સપડાઈને પોતાના ફાર્મ હાઉસ ઉપર ગળે ટુંપો ખાઈને પોતાનું જીવન ટૂંકાવી દીધું છે. સમગ્ર ઘટના અંગે પોલીસને જાણકારી આપવામાં આવી હતી. કામરેજ પોલીસ દ્વારા સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરવામાં આવી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર સુરત શહેરના સરથાણા જકાતનાકા પાસે ભરખરીયાધામ સોસાયટીમાં રહેતા અને મૂળ જુનાગઢ જિલ્લાના ભેંસાણા તાલુકાનાં છોડવળી ગામના 57 વર્ષીય રતિલાલ નાથાભાઈ પાનસુરીયા બાંધકામ ઉદ્યોગ સાથે સંકળાયેલા હતા. કોરોના મહામારીને કારણે છેલ્લા બે વર્ષથી બાંધકામ ઉદ્યોગમાં મંદીને કારણે તેમના પ્રોજેકટ બંધ થઈ ગયા છે. પ્રોજેકટને લઈને લોકો પાસેથી રૂપિયાની લેવડ દેવડ હતી.

પરંતુ આર્થિક સંકડામણને કારણે તેઓ પૈસા ચૂકવી શક્યા ન હતા. આથી તેઓ ઘણા સમયથી માનસિક તણાવમાં રહેતા હતા. શુક્રવારે સવારે ઘરેથી નીકળ્યા બાદ તેમણે કામરેજ તાલુકાનાં શેખપુર ગામે આવેલા ફાર્મ હાઉસના રસોડામાં લગાવેલા પંખા સાથે નાયલૉનની દોરી બાંધી ગળે ફાંસો ખાઈ પોતાનું જીવન ટૂંકાવી લીધું છે.

પોલીસને જાણ કરતા તે ઘટના સ્થળે પહોંચી હતી, અને તેમને મૃતક પાસેથી એક સુસાઇડ નોટ પણ મળી આવી હતી, પરંતુ આ સુસાઇડ નોટની કોઈ તસ્વીર પોલીસ દ્વારા લેવામાં નથી આવી

Niraj Patel