ગુજરાતમાંથી અવાર નવાર યુવતિઓ અને મહિલાઓ સાથે છેડતી તેમજ દુષ્કર્મના કિસ્સા સામે આવે છે. કેટલીકવાર લગ્નની લાલચે તો કેટલીકવાર નોકરીની લાલચે મહિલાઓ કે યુવતિઓ પર દુષ્કર્મ આચરવામાં આવતુ હોય છે. હાલમાં સુરતમાંથી દુષ્કર્મની ઘટના સામે આવી છે. જેમાં ઉમરા પોલીસ સ્ટેશનમાં વૃદ્ધ બિલ્ડરે પરિણીતા પર દુષ્કર્મ આચર્યુ હોવાની ફરિયાદ નોંધાઈ છે. (તમામ તસવીરો પ્રતિકાત્મક છે)
અડાજણ પાલ વિસ્તારમાં રહેતી 38 વર્ષીય પરિણીતાએ પાંચેક વર્ષ પહેલા તેના પતિ સાથે છૂટાછેડા લીધા હતા અને તે બાદથી તે તેની માતા સાથે રહેતી હતી. નોકરીની જરૂરિયાત હોવાને કારણે તે એક મહિલા મિત્ર હસ્તક પાર્લે પોઇનટ સ્થિત એક રીયલ એસ્ટેટ એજન્સીના માલિકની ઓફિસે ગઈ હતી. બિલ્ડરની ઓફિસમાં રિસ્પેશનિસ્ટની નોકરી માટે ગયેલી પરણિતાને ઓફિસમાં મીઠી વાતો કરી જમીન દલાલે ફસાવી અને પછી જબરદસ્તી તેની સાથે દુષ્કર્મ આચર્યું.
આટલું જ નહિ, તેણે ધમકી આપતા એવું કહ્યુ હતુ કે જો કોઈને કહીશ તો તારું જીવન બગાડી નાખીશ અને તને કોઈ નોકરીએ પણ નહીં રાખે. ઉમરા પોલીસે ત્રણ સંતાનના પિતા સામે ગુનો દાખલ કર્યો છે અને કાર્યવાહી હાથ ધરી છે. પ્રાપ્ત જાણકારી અનુસાર, સુરતના પાર્લે પોઇન્ટ વિસ્તારમાં બિલ્ડર કામ જમીનદાર લાલની ઓફિસ આવેલી છે અને તેની લગભગ 62 વર્ષની ઉંમર છે, ઉપરાંત તેને બાળકો પણ છે.
તેણે 1 ફેબ્રુઆરીના રોજ સાંજે પીડિત મહિલાને રિસેપ્શનિસ્ટની નોકરી માટે બોલાવી અને પછી જ્યારે ઓફિસમાં કોઈ નહોતું ત્યારે મહિલા બિલ્ડરની ચેમ્બરમાં ઇન્ટરવ્યૂ માટે ગઈ અને પહેલા તેણે ગેરવર્તન કરી મહિલાને અડપલાં કર્યા અને પછી તેની પર દુષ્કર્મ ગુજાર્યું. એક રીપોર્ટ અનુસાર, તેણે આ મહિલા સાથે દુષ્કર્મ આચરી 500 રૂપિયાની નોટ તેના પર્સમાં મૂકી.