સુરતમાં યુસુફની હિંદુ યુવતીને ધમકી, ‘તુ મેરે સાથ નિકાહ નહિ કરેગી તો જાન સે માર દુંગા…’ ગભરાયેલી યુવતિએ નોકરી પણ છોડી દીધી, પછી છેલ્લે…
ગુજરાતમાંથી ઘણીવાર યુવતિઓ કે મહિલાઓ સાથે છેતરપિંડી, દુષ્કર્મ કે છેડતી અથવા તો કોઇ યુવક દ્વારા ધાક ધમકી અપાતી હોવાની ફરિયાદો નોંધાય છે. ત્યારે હાલમાં સુરતમાંથી એક એવો મામલો સામે આવ્યો જેમાં એક યુવક દ્વારા હિંદુ યુવતીને ‘તુ મેરે સાથ નિકાહ નહિ કરેગી તો મેં તુજે જાન સે માર દુંગા’ એવી ધમકી આપવામાં આવી અને તે બાદ મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો.
લાલગેટ પોલીસ યુવતીની ફરિયાદ બાદ આરોપી યુસુફ જમાલ ખાન સામે છેડતી, ધમકી અને એટ્રોસિટી હેઠળ ગુનો નોંધ્યો છે અને તેની ધરપકડ કરી છે. 20 વર્ષીય યુવતી અને આરોપી યુવક બંને લાલગેટમાં દવાની એજન્સીમાં કામ કરતા હતા અને છેલ્લા 3 મહિનાથી હિંદુ યુવતીને યુવક દ્વારા પરેશાન કરવામાં આવતી હતી.
યુવતી બાથરૂમ જતી તો પણ યુસુફ તેની પાછળ જતો હતો. યુવતિને યુવકે કહ્યું કે તેરે કો પ્રોબ્લેમ કયા હૈ, કયા મસલા હૈ, તુ હાં ક્યું નહિ કરતી… એમ કહી જાનથી મારી નાખવાની ધમકી પમ આપતો. યુવતીએ યુવકથી કંટાળી નોકરી છોડી તો યુવકે તેને ફોન પર ધમકી આપી. જે બાદ તેણે તેના પરિવારજનોને વાત કરી અને પરિવારજનોની હિંમત બાદ યુવતિ આખરે પોલીસમાં ફરિયાદ કરવા તૈયાર થઈ. એસીપી સુરતના જણાવ્યુ અનુસાર,
આ યુવક એક તરફી પ્રેમમાં હતો અને યુવતીનો પીછો કરી તેને હેરાન પરેશાન કરતો હતો. બંને એક જ કંપનીમાં નોકરી કરતા હતા અને યુવક યુવતિને નિકાહ કરવા દબાણ કરી રહ્યો હતો. જો કે યુવતીએ ના પાડતા તેને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.