સુરતની અંદર 19 વર્ષના પ્રેમીએ પ્રેમિકાને ભગાડવા માટે લૂંટી લીધી કાર, પ્લાન જાણીને તમને પણ ચક્કર આવી જશે

પ્રેમ આંધળો તો હોય, અહીંયા ગાંડો પણ થયો…19 વર્ષનાં પ્રેમીએ પ્રેમિકા માટે કાર લૂંટી પણ થઇ ગયો મોટો કાંડ- જુઓ CCTV દ્રશ્યો

કહેવાય છે કે પ્રેમ આંધળો હોય છે, અને પ્રેમ માણસ પાસે ગમે તે કામ કરાવી શકે છે, ઘણા એવા પણ પ્રેમીઓ હોય છે જે પ્રેમમાં પોતાનો જીવ આપી દે છે, કાં તો કોઈનો જીવ લઇ પણ લે છે, આવા ઘણા કિસ્સાઓ આપણી આસપાસ આપણે બનતા હોય છે. ત્યારે એવો જ એક કિસ્સો હાલ સુરતમાંથી સામે આવ્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર સુરતના વેસુ વિસ્તારમાં 19 વર્ષીય કોલેજીયન યુવકે પ્રેમિકાને કાનપુર ભગાડી જવા માટે એલ વેપારીના પિતાને એરગનથી ધમકાવી કારમાંથી બહાર ફેંકી દઈ કારની લૂંટ કરી નાસી ગયો છૂટ્યો હતો. પોલીસે સીસીટીવી આધારે નવસારી ટોલનાકા ઉપરથી યુવકને પ્રેમિકા સાથે ઝડપી લીધો હતો.

યુવકે તેની પ્રેમિકાને જણાવ્યું હતું કે આ કાર તેના મિત્રની છે. કાપડ વેપારી મનોજ કપૂરચંદ જૈન 21મી તારીખે સવારે પિતાની તબિયત સારી ન હોવાથી ડોકટરને બતાવી ઘરે આવી રહ્યા હતા. વેસુ આગમ આર્કેડ પાસે મનોજભાઈ પિતાને કારમાં બેસાડી દવા લેવા ગયા હતા ત્યારે એક યુવકે ડ્રાઇવરની સીટ પર બેસી એરગનથી વૃદ્વને ધમકાવી કહ્યું કે ‘તુ ઉતર જા નહિ તો ઠોક દુગાં’ કહી કાર રિવર્સ લઈ વૃદ્વને ધક્કો બહાર ફેંકી કાર લઈ ભાગી ગયો હતો.

પોલીસે યુવકની ધરપકડ કર્યા બાદ પુછપરછ કરી હતી તેમાં યુવકનું નામ કશ્યપ ભાવેશ ભેસાણીયા (રહે.સરગમ સોસા, પુણા)હોવાનું જણાવ્યું હતું. પોલીસે કાર, એરગન, લેપટોપ અને રોકડ 2.26 લાખ કબજે કર્યા હતી. 19 વર્ષીય યુવક કશ્યપે આ એરગન ઓનલાઇન મંગાવી હતી.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

ત્યારે વધુમાં જાણવા મળેલ કે આ યુવક યુવતી સાથે ગળાડૂબ પ્રેમમાં હતો. બંનેએ તેમનાં માતા-પિતાને વાત કરી હતી, પરંતુ તેઓ લગ્ન માટે તૈયાર ના થતાં ભાગીને પ્રેમલગ્ન કરવાનો નિર્ણય લીધો હતો. આ યુવાન પાસે વાહનના નામે માત્ર એક્ટિવા હોઇ કાર લૂટવાનો ઇરાદો બનાવ્યો હતો.

Niraj Patel