સુરતમાં નામચીન વ્યક્તિ શૈલેષએ કરી આત્મહત્યા, મા-બાપ હોલમાં TV જોતા હતા, ને અચાનક દુઃખદ સમાચાર મળ્યા

સુરતના વરાછામાં BJPના અગ્રણી કાર્યકરનો આપઘાત, બે બાળકો થયા પિતા વિનાના, કારણ અકબંધ

ગુજરાતમાંથી અવાર નવાર આપઘાતના કિસ્સા સામે આવે છે, જેમાં કેટલાક લોકો પ્રેમ સંબંધ કેટલાક લોકો લગ્નેતર સંબંધ તો કેટલાક લોકો આર્થિક તંગી કે પછી અન્ય કારણોસર આપઘાત કરી લેતા હોય છે. ત્યારે હાલમાં સુરતના વરાછામાંથી ભારતીય જનતા પાર્ટીના અગ્રણી કાર્યકરે ગળેફાંસો ખાધો હોવાની ઘટના સામે આવી છે. ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં ભારે ચકચારી મચી ગઇ છે.

મોટું મિત્ર વર્તુળ ધરાવતાં અને હસમુખા સ્વભાવના શૈલેષ ઝાલાવાડિયા દ્વારા કોઇ અગમ્ય કારણોસ૨ ગળે ફાંસો ખાઇ આપઘાત કરી લેવામાં આવતા પરિવારજનોના માથે આભ તુટી પડ્યુ છે. શૈલેષ ઝાલાવાડિયાએ કયા કારણોસર આપઘાત કર્યો તે હજી સામે આવ્યુ નથી, પણ પોલિસ દ્વારા હાલ તપાસ હાથ ધરવામાં આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, સીમાડા નાકા પાસે આવેલ મણિનગર સોસાયટીમાં રહેતા 38 વર્ષીય શૈલેષ ઝાલાવાડિયા છેલ્લા 15 વર્ષથી યુવા મોરચામાં સક્રિય કાર્યકર તરીકે કાર્યરત હતા અને તેઓ ડી.જે.નો પણ વ્યવસાય કરતાં હતા.

તેમને લગ્ન જીવનથી બે બાળકો પણ છે, જેના માથા પરથી હવે પિતાનો પડછાયો ઉઠી ગયો છે. જણાવી દઇએ કે, શૈલેષના માતા-પિતા અને પત્ની ઘરના હોલમાં ટીવી જોઈ રહ્યા હતા ત્યારે જ તેમણે બેડરૂમમાં જઇ ગળે ફાંસો ખાઈ લીધો અને આપઘાત કરી લીધો. પરિવારજનોને જાણ થતા તેઓ તાત્કાલિક તેમને લઇ હોસ્પિટલ ખાતે પણ પહોંચ્યા હતા પણ ત્યાં હાજર તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. જે બાદ તો પરિવારજનોના આક્રંદથી ભારે ગમગીની ફેલાઈ ગઇ હતી. શૈલેષના આવી રીતે અચાનક આત્યંતિક પગલું ભરવાની વાત તેમના મિત્રોને બિલકુલ ગળે ઉતરી રહી નથી.

Shah Jina