સુરતમાં દારૂના નશાની અંદર ચૂર ટ્રક ડ્રાઈવરે બાઈક ઉપર જઈ રહેલા મિત્રોને ટક્કર મારી, એકનું થયું દુઃખદ મોત તો બીજો પણ…….

ગુજરાતમાં છેલ્લા થોડા સમયની અંદર અકસ્માતની ઘટનાઓમાં ધરખમ વધારો થતા પણ જોવા મળ્યો છે. આ અકસ્માતોમાં ઘણા લોકો મોતને ભેટી રહ્યા છો તો કેટલાય લોકોના ઘાયલ થવાની ખબરો પણ આવી રહી છે, ત્યારે ગત રોજ સુરતમાંથી પણ એક ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી રહી છે, જેમાં દારૂના નશામાં ચૂર બનેલા ટ્રક ડ્રાઈવરે બાઈક ઉપર જઈ રહેલા  ટક્કર મારતા એકનું મોત નીપજ્યું હતું.

પ્રાપ્ત માહિતી અનુસાર સુરતના વસારી બજાર પોલીસ ચોકી નજીક ગિકલાએ ગુરુવારની મોડી રાત્રે ટ્રક ચાલકે ચપ્પલ ખરીદવા માટે બજારમાં આવેલા બાઇક સવાર બે મિત્રોને અડફેટે લેતા એકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. આ અકસ્માત બાદ લોકોના ટોળા ત્યાં ભેગા થઇ ગયા હતા, અને ટ્રક ચાલકને પકડીને પોલીસના હવાલે કરવામાં આવ્યો હતો.

આ બાબતે મીડિયા રિપોર્ટ અનુસાર પોલીસે જણાવ્યું હતું કે આ અકસ્માત રાત્રે 11 વાગ્યાની આસપાસ સર્જાયો હતો. ટ્રક ચાલકે બાઈક સવારને પાછળથી અડફેટે લીધા હતા જેના કારણે બાઈક ઉપર સવાર બન્ને મિત્રો ઈજાગ્રસ્ત બન્યા હતા. જેના બાદ બંને મિત્રોને તાત્કાલિક હોસ્પિટલમા ખસેડવામાં આવ્યા હતા.

આ બંને મિત્રોને જયારે હોસ્પિટલ લાવવામાં આવ્યા ત્યારે તેમાંથી એક મિત્ર રજુ ઉર્ફે ઈરફાન રઝાક પઠાણને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. રજુ ઉધના પટેલ નગરમાં રહેતો હતો. આ બાબતે ઈરફાનના ભાઈએ જણાવ્યું હતું કે તે ચપ્પલ ખરીદવા માટે બજારમાં ગયો હતો. ઇરફાનના અકસ્માતના સમાચાર મળતા જ તેમના હોશ ઉડી ગયા હતા. ઇરફાનના ભાઈએ એમ પણ જણાવ્યું હતું કે, “માતા-પિતાના અવસાન બાદ બંને ભાઇઓ મજૂરી કરી ગુજરાન ચલાવતા હતા.”

Niraj Patel