સુરતમાં B.comની 19 વર્ષીય વિદ્યાર્થીનીએ કર્યો આપઘાત, ઘરમાં પંખા સાથે દુપટ્ટો બાંધી ખાધો ગળે ફાંસો

પાંડેસરામાં ભણેલી ગણેલી વિદ્યાર્થીનીની કરી નાખી આત્મહત્યા, બિચારા માં-બાપ આજીવન રડશે, જાણો સમગ્ર મામલો

ગુજરાતમાંથી ઘણીવાર આત્મહત્યાના કિસ્સા સામે આવે છે. જેમાં પ્રેમ સંબંધ, અવૈદ્ય સંબંધ, આર્થિક તંગી કે પછી શારીરિક માનસિક તણાવ કારણભૂત હોય છે. છેલ્લા ઘણા સમયથી તો વિદ્યાર્થીઓના આપઘાતના પણ અનેક કિસ્સા સામે આવી રહ્યા છે. ત્યારે હાલમાં સુરતના પાંડેસરામાંથી આપઘાતનો કિસ્સો સામે આવ્યો છે. ભેસ્તાન ખાતે B.comમાં અભ્યાસ કરતી 19 વર્ષીય દામિનીએ કોઇ અગમ્ય કારણોસર ઘરમાં પંખા સાથે દુપટ્ટો બાંધી આપઘાત કરી લીધો હોવાની ઘટના સામે આવી છે.

વિદ્યાર્થીનીના પિતા કાપડ માર્કેટમાં નોકરી કરે છે અને તેઓ સામાજિક પ્રસંગ હોવાથી તેમની પત્ની સાથે વતન મહારાષ્ટ્ર ખાતે ગયા હતા. ત્યારે વિદ્યાર્થીનીએ આપઘાત પહેલા તેના પિતાને ફોન પર ઘરે ક્યારે આવશો તેવી વાત પણ કરી હતી. જો કે, મોડી રાત્રે વિદ્યાર્થીનીએ ઘરમાં પંખા વડે દુપટ્ટો બાંધી આપઘાત કરી લીધો. જ્યારે વહેલી સવાલે તેનો ભાઇ નોકરી પરથી ઘરે ઘરે આવ્યો ત્યારે તેણે ઘરનો દરવાજો ખોલવાનો પ્રયાસ કર્યો પણ અંદરથી લોક હોવાને કારણે ખુલ્યો નહિ અને બહેનને અવાજ કરતા પણ દરવાજો તેણે ન ખોલ્યો.

જે બાદ તેને શંકા જતા દરવાજો તોડી નાખ્યો હતો. ત્યારે તેણે અંદર જઇ જોયુ તો તેની એકની એક બહેન ગળે ફાંસો ખાધેલી હાલતમાં લટકતી દેખાઈ. આ જોતા જ તેણે બુમાબૂબ કરી તો આજુબાજુના લોકો દોડી આવ્યા અને પાંડેસરા પોલીસને આ મામલાની જાણ કરાઈ. હાલ તો વિદ્યાર્થીનીએ આપઘાત કેમ કર્યો તેનું કારણ સામે આવ્યુ નથી. પરંતુ આ મામલે પાંડેસરા પોલીસે આત્મહત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, ખટોદરા ખાતેથી પણ એક આપઘાતનો મામલો સામે આવ્યો છે,

જેમાં 18 વર્ષીય યુવકે પ્રેમ પ્રકરણમાં ગળે ફાંસો ખાઈ લીધો. મૃતકના પિતાનું 15 વર્ષ પહેલા અવસાન થયું હતું અને તે માતાની સાથે સ્લાઈસના શો રૂમમાં કામ કરી મદદરૂપ થતો હતો. તેના લાંબા સમયથી એક કિશોરી સાથે પ્રેમ સંબંધ ચાલી રહ્યા હતા પણ કોઈ કારણસર દોઢ મહિનાથી પ્રેમ સંબંધ તૂટી જતા તે હતાશ થઇ ગયો હતો અને જેને કારણે તેણે ગત રાત્રી દરમિયાન ઘરમાં જ ફાંસો ખાઇ આપઘાત કરી લીધો.

Shah Jina