સુરત : તાપી નદીમાં નાહવા ગયેલા છ-છ મિત્રો એકબીજાની નજર સામે ડૂબ્યાં, પરિવારના માથે દુઃખનો પહાડ તૂટી પડ્યો

બાળકોને નદીમાં નાહવા મોકલતા માં-બાપ સાવધાન: તાપી નદીમાં નાહવા ગયેલા છ-છ મિત્રો સાથે જે થયું એવું ભગવાન કોઈની સાથે ન કરે

લોકડાઉન અને કોરોના વાયરસમાં છૂટછાટ મળવાની સાથે જ લોકો હવે ઘરની બહાર નીકળી રહ્યા છે, પ્રવાસન સ્થળો પણ માનવ મહેરામણ સાથે છલકાઈ રહ્યા છે. ત્યારે આ દરમિયાન ઘણી દુર્ઘટનાઓ પણ બનતી જોવા મળી રહી છે.

થોડા દિવસ પહેલા જ ગળતેશ્વર મહીસાગરમાં નાહવા માટે ગયેલા એક પ્રાંતિજના યુવકનું ડૂબી જવાથી મોત થયાના સમાચાર આવ્યા હતા ત્યારે હવે વધુ એક સમાચાર સુરતમાંથી સામે આવી રહ્યા છે. જેમાં તાપી નદીમાં નાહવા માટે ગયેલા 6 યુવાનો ડૂબી જતા એક યુવકનું મોત નીપજ્યું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર સુરત જિલ્લાના બારડોલી તાલુકાના વાઘેચા ગામની સીમમાંથી પસાર થતી તાપી નદીમાં સુરત ગોડાધરા અને પૂણા કુંભારિયા વિસ્તારના 6 જેટલા યુવાનો નાહવા માટે ઉતર્યા હતા જે પૈકી બે યુવાનો પાણીના ઊંડા વહેણમાં તણાયા હતા. આ ઘટનાની જાણ થતાં બારડોલી તેમજ કામરેજ ફાયરની ટીમે શોધખોળ હાથ ધરતા એક યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો. જ્યારે અન્ય એક યુવાનની શોધખોળ ચાલુ હોવાનું જાણવા મળી રહયું છે.

સુરતના પર્વત પાટિયા વિસ્તારમાં રહેનાર પ્રવીણ ઓમપ્રકાશ જૈન (રહે, પૂણા પાટિયા, સુરત શહેર) નામનો યુવક નાહતા નદીમાં ડૂબ્યો અને તેનું દુખદ મોત થયું છે. પ્રવિણ સાથે અન્ય એક યુવક પિયુષ સુજારામ ગેહલોત (રહે, ગોડાધરા, સુરત શહેર, મૂળ રહે, રાજસ્થાન) પણ ડૂબ્યો જે હજુ સુધી લાપતા છે. તેની શોધખોળ ચાલી રહી છે.

Niraj Patel