સુરતમાં 12 વર્ષની માસુમ દિશાને મોતની ચાદર ઓઢાવનાર હવે ફરી ખુલ્લામાં ફરી રહ્યોં છે. CCTVમાં અકસ્માત થયો હતો કેદ

ગુજરાતમાં છેલ્લા કેટલાય સમયથી અકસ્માતની ઘણી ઘટનાઓ સામે આવી રહી છે, જેમાં ઘણા માસુમ લોકો પોતાનો જીવ પણ ગુમાવી બેસે છે, સુરતમાં પણ ગત રોજ એક એવી ઘટના સામે આવી હતી જેમાં એક ટ્રક ચાલકે 12 વર્ષની માસુમ બાળકીને કચડી નાખી હતી, અને પોલીસે આરોપીને ગણતરીના કલાકમાં ઝડપી પણ પાડ્યો હતો,  પરંતુ 36 કલાકમાં જ આરોપી છૂટી ગયો.

આ ઘટના અંગેની વિગત તપાસીએ તો સુરતના છાપરાભાઠા સીતારામ મઢુલી ચાર રસ્તા પાસે એક 12 વર્ષની વિધાર્થીની ટ્રકની અડફેટે આવતા મોતને ભેટી હતી. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં પણ કેદ થઇ હતી. જેના બાદ લોકોમાં પણ રોષ જોવા મળ્યો હતો, કારણ કે શહેરી વિસ્તારમાં બેફામ દોડતા ટ્રક ચાલકો ઉપર પોલીસ પણ રહેમ રાહ રાખી રહી છે. જેના કારણે આવા અકસ્માતો પણ સર્જાય છે અને આ આ વખતે એક માસુમ દીકરીને પોતાનો જીવ ખોવો પડ્યો.

સીસીટીવી ફુટેજમાં જોવા મળ્યું હતું કે ધોરણ 7માં ભણતી વિધાર્થીની 24 ડિસેમ્બરના રોજ સરકારી પ્રાથમિક શાળાએથી પોતાના ઘરે આવી રહી હતી આ દરમિયાન જ ટ્રક ચાલકે તેને કચડી નાખી હતી. જેના બાદ અમરોલી પોલીસે ગણતરીના કલાકોમાં જ ભહાગિ ગયેલા ટ્રક ચાલકને ઝડપી પણ પાડ્યો હતો, પરંતુ માત્ર 36 કલાકમાં જ ટ્રક ચાલાક જામીન ઉપર છૂટી ગયો હોવાનું જાણવા મળી રહ્યું છે.

મૃતક બાળકીના પિતા 42 વર્ષીય દીપકભાઈ પીપલિયા અમરોલીના છાપરાભાઠામાં એન્ટિલિયા ડ્રિમ્સમાં મજૂરી કામ કરીને પરિવારનું ભરણપોષણ કરે છે. તેઓ તેમની પત્ની, 8 વર્ષીય પુત્ર ધીયાન અને 12 વર્ષીય પુત્રી દિશા સાથે રહેતા હતા. દિશા છાપરાભાઠાની સરકારી પ્રાથમિક શાળામાં ધોરણ-7માં અભ્યાસ કરતી હતી. શ્રમિક પરિવારની દીકરીનું મોત થતાં પરિવારજનો શોકમાં ગરકાવ થઇ ગયા હતા.

તો આ ઘટનાને લઈને પોલીસની કાર્યવાહી ઉપર પણ ઘણા સવાલો ઉભા થઇ રહ્યા છે. તો બીજી તરફ દિશાના અકસ્માત બાદ તેની આંખો સ્વસ્થ હોવાના કારણે તેના માતા-પિતા દ્વારા  કતારગામની લોકદ્રદિ ચક્ષુબેંક સંસ્થાને દિશાની બંને આંખોનું દાન કરવામાં આવ્યું છે. જેની બંને આંખો અલગ-અલગ બે વ્યક્તિઓને અપાઇ છે. આ ઉમદા કાર્ય દ્વારા પરિવારે પણ સમાજને એક નવો સંદેશ આપ્યો.

Niraj Patel