ગુજરાતની પહેલી ટ્રાન્સ વુમન: 12 વર્ષની ઉંમરે અચાનક જ છોકરીઓને ગમતી વસ્તુઓ ગમવા લાગી, મળી ગુજરાતની પ્રથમ ટ્રાન્સ વુમનની ઓળખ

ગુજરાતની પ્રથમ અને સુરતના સંદીપમાંથી અલીસા પટેલ બનનારી યુવતીને ટ્રાન્સ વુમન સર્ટિફિકેટ રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવ્યું છે.સુરતના અડાજણ વિસ્તારમાં રહેતા ૩૯ વર્ષીય યુવકે ટ્રાન્સ વુમન તરીકેની એક નવી ઓળખ ઉભી કરી છે. સુરતની અલીશા રાજ્યની પ્રથમ ટ્રાન્સ વુમન બની છે. 39 વર્ષની ઉંમરમાં સંદીપે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો. ત્રણ સર્જરી કર્યા બાદ તે સંદીપમાંથી અલીશા પટેલ બની હતી.

અલિશા પટેલને હાલ જ સુરત જિલ્લા કલેકટર દ્વારા એક પ્રમાણપત્ર આપવામાં આવ્યું છે. જેના કારણે હવે તે ટ્રાન્સ વુમન બની ગઈ છે. સર્જરી પાછળ લાખો રૂપિયા ખર્ચીને સુરતનો સંદીપ પટેલ બાદમાં અલીશા પટેલ બની હતી. ગુજરાતમાં ટ્રાન્સ વુમન તરીકે ઓળખકાર્ડ આપવાનો આ પ્રથમ કિસ્સો છે.અલીશા ઓરિએન્ટલ થેરાપીસ્ટ છે અને તાજેતરમાં એક મહિલા બનવા માટે આશરે 8 લાખ રૂપિયા ખર્ચ કર્યો છે.

12 વર્ષની ઉંમરમાં જ સુરતમાં રહેતા સંદીપ પટેલને માલૂમ પડી ગયુ હતું કે તેમા સ્ત્રીઓના ગુણ છે. જેથી તેણે ઘણી હિંમત કરી ટ્રાન્સ ગર્લ માટે સર્જરી કરાવી. આ સર્ટિફિકેટ જ જેન્ડર ચેન્જ કરનાર વ્યક્તિનું નવુ બર્થ સર્ટિફિકેટ ગણાય છે. સંદીપ ઓરિયન્ટલ થેરાપીમાં નોકરી કરી પોતાના પરિવારજનોનું ગુજરાન ચલાવે છે. તેને 12 વર્ષની ઉંમરે અચાનક છોકરીઓને ગમતી વસ્તુઓ ગમવા લાગી. તેને લાગ્યુ કે તેનામાં કંઇક અલગ છે અને તે છોકરાઓ કરતા જુદો છે.

સંદીપે ડિપ્લોમા એન્જીનિયરિંગદ કર્યુ છે અને તે બાદથી તે માનસિક દ્વંદથી પસાર થઇ રહ્યા હતા અને આખરે નિર્ણય કર્યો કે તે અંદરથી જે છે તેને સમાજની સામે લાવશે અને 39 વર્ષની ઉંમરે તેણે આ નિર્ણય કર્યો હતો.

અલીશાને મળેલ સરકાર તરફથી નવી ઓળખથી તે ખુશ છે અને તેણે એક મહિલા બનવા માટે લગભગ 8 લાખનો ખર્ચ કર્યો છે. તમને જણાવી દઇએ કે, વર્ષ 2019માં એક કાયદો બન્યો હતો, લિંગ પરિવર્તન કરાવ્યા બાદ તેને નવી ઓળખ આપવામાં આવશે. અલીશાએ આ અંતર્ગત જરૂરી ડોક્યુમેન્ટ એકઠા કરવાનું શરૂ કરી દીધુ હતુ અને તેણે આ આધારે અરજી કરી હતી તે બાદ તેને કલેક્ટર કચેરીથી પ્રમાણપત્ર આપવામાં આવ્યુ હતુ.

Shah Jina