ખબર

સુરત એરપોર્ટ પર સ્ટાફ અને મુસાફરો મનમુકીને ગરબે ઘુમ્યા, જુઓ વીડિયોમાં રમઝટ

ગુજરાતીઓ ગરબા કરવામાં ક્યાંય પણ પાછાના પડી શકે અને એમાં પણ નવરાત્રી હોય તો કહેવું જ શું ? નાની શેરી હોય કે મોટો પાર્ટીપ્લોટ, ખેલૈયાઓ મન મૂકીને ઝૂમે છે ત્યારે સુરત એરપોર્ટમાં પણ નવરાત્રીનો માહોલ જામેલો જોવા મળ્યો. સુરતના એરપોર્ટ પર મુસાફરોની સાથે એરલાઇન્સ કર્મચારીઓ પણ મનમુકીને ગરબે ઝૂમવા લાગ્યા હતા. સુરત એરપોર્ટના ડિરેક્ટર પાણીવિગ્રહ જણાવી રહ્યા છે કે :”સુરત એકમાત્ર એવું એરપોર્ટ છે જ્યાં ગયા વર્ષે પણ ગરબા યોજાયા હતાં.” આ ગરબામાં એરપોર્ટ સ્ટાફની સાથે યાત્રિકો પણ જોડાય છે. આ ગરબાના આયોજન પાછળનો મુખ્ય હેતુ એ રહ્યો છે કે સતત નોકરીમાં વ્યસ્ત રહેતા કર્મચારીઓનો ઉત્સાહ જળવાઈ રહે. સુરત એરપોર્ટ પર થેયલા ગરબા વિશ્વસ્તરે ગરબાની આગવી ઓળખ ઊભી કરવાનું એક ઉદાહરણ બન્યું.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.