સુરતના આ જાગૃત વકીલે હપ્તાખોરીનો કર્યો પર્દાફાશ, લાઈવ વીડિયો શેર કરીને હપ્તા ઉઘરાવતા લોકોને ખુલ્લા પાડતા જ ઉભી પુછડીએ ભાગવા લાગ્યા, જુઓ વીડિયો

આપણે જયારે રસ્તા ઉપર વાહન લઈને નીકળીએ ત્યારે સૌથી પહેલા મનમાં એ સવાલ આવે કે ચાર રસ્તા ઉપર કોઈ ટ્રાફિક પોલીસકર્મી તો નહિ ઝડપી લે ને અને આપણે પણ ઘણા લોકોને જોઈએ છીએ જે ચાર રસ્તા ઉપર પોલીસ પકડતા જ તોડ પાણી કરીને નીકળી જતા હોય છે, ઘણીવાર પોલીસકર્મીઓ પણ નિયમિત નીકળતા વાહન ચાલકો પાસે હપ્તા ઉઘરાવતા હોય છે.

હાલ સુરતમાં જ આવી હપ્તાખોરીનો પ્રદફાશ એક જાગૃત વકીલ દ્વારા કરવામાં આવી રહ્યો છે, આ વકીલ તેમના સોશિયલ મીડિયામાં આ પર્દાફાશનો વીડિયો પણ શહેર કરતા રહે છે અને લોકોને પણ લાઈવ કેવી રીતે પર્દાફાશ કર્યો તે બતાવતા હોય છે, વકીલના વીડિયો પણ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થતા હોય છે.

હાલ જ તેમનો એક નવો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે, જેમાં તે હપ્તાખોરીનો પર્દાફાશ કરતા જોવા મળી રહ્યા છે. આ પર્દાફાશ તેમને સુરતના કુંભારીયા દેવધ પોલીસ નાકા ઉપર કર્યો છે, જેમાં ગેરકાયદેસર રીતે ચેકીંગ કરતા પોલીસના દલાલોને તેમને રંગેહાથ ઝડપી લીધા હતા.

વકીલ દ્વારા તેમના વીડિયોના કેપ્શનમાં જણાવ્યા અનુસાર તારીખ 03/06/2022ના રોજ બપોરના 11:00 કુંભારીયા દેવધ પોલીસ નાકા પર યુનિફોર્મ વીના વાહન ચાલકોને ચેકિંગ કરતા દેખાયા જેથી તપાસ કરતા એ ત્રણેય ઈસમો રિક્ષાચાલકો નીકળ્યા અને ચોકી ઇન્ચાર્જ મનીષભાઈ હેડકોન્સ્ટેબલના કહેવાથી ત્યાં ચેકીંગ કરતા હતા તેવું જાણવા મળેલ, જે અંતર્ગત કંટ્રોલરૂમમાં અને ડીસીપી ટ્રાફીકને ફોન કરી પુણા પોલીસ સ્ટેશનમાં વિગતવાર ફરિયાદ આપેલ છે.

વકીલ દ્વારા આ પર્દાફાશના બે વીડિયો શેર કરવામાં આવ્યા છે. બંને વીડિયોમાં તે કેવી રીતે પર્દાફાશ કરે છે તે જોવા મળી રહ્યું છે. વીડિયોમાં જોઈ શકાય છે કે એક વાહન ચાલક પાસે એક ભાઈ ઉભો છે, જેના બાદ વકીલ ત્યાં જાય છે અને તે શું કરતા હતા તેમ પૂછે છે. જેના બાદ તે વ્યક્તિ કઈ જણાવ્યા વિના જ ત્યાંથી ભાગવા લાગે છે.

જેના બાદ વકીલ તે ભાઈને રીક્ષામાંથી નીચે ઉતારે છે અને ચોકી ઉપર લઇ જાય છે. જ્યાં બે લોકો હાથમાં દંડા લઈને ઉભા છે, જેમાંથી એક ગુજરાત પોલીસનું માસ્ક પહેર્યું છે, જયારે વકીલ તેમને તેમની ઓળખ પૂછે છે ત્યારે તે રીક્ષા ડ્રાઈવર હોવાનું જણાવે છે. જેના બાદ તેઓ આખી ઘટનાનો પ્રદફાશ કરે છે.

Niraj Patel