મેહુલ બોઘરાએ ભણાવ્યો પોલીસવાળાને કાયદાનો પાઠ…FIR વગર આપવા આવ્યા હતા પૂછપરછની નોટિસ

સુરતના જાણિતા એડવોકેટ મેહુલ બોઘરાને લગભગ દરેક લોકો જાણે છે, મેહુલ બોઘરા છેલ્લા ઘણા સમયથી સુરતમાં હપ્તાખોર પોલીસકર્મીઓની પોલ તેમના ફેસબુકમાં લાઈવ વીડિયો શેર કરીને ખોલતા હોય છે. ત્યારે હાલમાં ફરી એકવાર તેઓ ચર્ચામાં આવ્યા છે. મેહુલ બોઘરા વિરુદ્ધ પોલીસવાળા પૂછપરછની નોટિસ લઈને આવ્યા અને તેને પોલીસ સ્ટેશન આવી પોતાનું નિવેદન આપવાનું કહ્યું. જો કે, મેહુલ બોઘરાએ ફરી એકવાર પોલિસવાલાને કાયદાનો પાઠ ભણાવ્યો.

જણાવી દઇએ કે, ત્રણ પોલીસવાળાઓ એક નોટિસ સાથે મેહુલ બોઘરાની ઓફિસ પર પહોંચ્યા હતા અને નોટિસ આપી તેમને પોલીસ સ્ટેશન આવવાનું કહ્યું હતુ. પરંતુ આ દરમિયાન બોઘરાએ પોલીસવાળાને પૂછ્યું કે કઈ કલમ મુજબ તમે મારી પર કાર્યવાહી કરી રહ્યા છો, જેના જવાબમાં તેમણે કહ્યું- crpc 41 (અ) મુજબ…આ પછી બોઘરાએ કહ્યું પહેલા તમે કાયદો સરખો ભણો. આ કલમ ક્યારે લાગે એ ખબર છે ? જ્યારે કોઈ વ્યક્તિ પર FIR નોંધાઇ હોય તો કોઈના વિરુદ્ધ આ કલમ મુજબ નોટિસ પાઠવી શકાય.

મેહુલ બોઘરાએ આગળ જણાવ્યુ- તમે પહેલા મારા પર FIR નોંધો અને પછી હું જવાબ આપીશ. આવી રીતે કાયદાનો પાઠ ભણાવી બોઘરાએ પોલીસવાળાને તગેડી મૂક્યા હતા. આ વીડિયો પણ વાયરલ થયો હતો, જો કે આ વીડિયોને લઇ સુરત ACPએ સ્પષ્ટતા કરી છે. તેમણે જણાવ્યું- પોલીસની બદનામી થાય એટલે મેહુલ બોઘરાએ વીડિયો વાયરલ કર્યો. વીડિયો વાયરલ કરનાર મેહુલ બોઘરા વિરૂદ્ધ કાર્યવાહી કરાશે. ઉલ્લેખનિય છે કે સુરતના સરથાણામાં રહેતા રાજુભાઈ ગજેરાએ તેમના ઘરના પ્રાઈવેટ પ્લોટમાં ઉત્તરાયણને લઇને પતંગ-દોરીનો સ્ટોલ શરૂ કર્યો હતો.

જો કે, તેમના સ્ટોલમાંથી સરથાણા પોલીસ સ્ટેશનના કર્મીઓ ફ્રીમાં ફિરકીઓ લઈ જતા રહે છે અને પછી એક મળતીયો પણ ફિરકી લેવા આવે છે. ત્યારે આ મામલે રાજુભાઈ સાથે રકઝક બાદ પોલીસને બોલાવવામાં આવે છે અને પોલીસ આવી રાજુભાઈ અને તેમના માણસ સાથે મારામારી કરે છે. આ દરમિયાન મેહુલ બોઘરા એક વીડિયો બનાવે છે, જેમાં પોલીસવાળા હોય છે જે મફત ફીરકી લેવા આવ્યા હોય છે તેનો ઉલ્લેખ કરાય છે અને સામાન્ય જનતાને મારમારનાર પોલીસના વીડિયો વિશે નિવેદન આપે છે.

Shah Jina