સુરતમાં ધોળા દિવસે 7 સ્ટાર હોટલના મેનેજરનું ગળું કાપીને હત્યા કરી નાખવામાં આવી, કારણ જાણીને હચમચી જશો, જુઓ સમગ્ર મામલો

સુરતમાં વધુ એક હચમચાવી દે તેવી હત્યા, 7 સ્ટાર લક્ઝુરિયસ હોટલના એકાઉન્ટ મેનેજરની ગળું કાપી હત્યા, લાશ એવી જગ્યાએ સંતાડી કે ભલભલા ફફડી ઉઠશે

ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી ગુનાહિત પ્રવૃત્તિઓમાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે, ઠેર ઠેર લૂંટ અને હત્યાના બનાવો પણ સામે આવી રહ્યા છે, ત્યારે હાલ તાજો જ મામલો સુરતમાંથી સામે આવ્યો છે, જ્યાં એક 7 સ્ટાર હોટલના મેનેજરનું ગળું કાપી અને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો.

આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર સુરતના ડુમસ રોડ ઉપર આવેલી લા મેરિડિયન હોટલના એકાઉન્ટ વિભાગમાં મેનેજર તરીકે છેલ્લા સાત વર્ષથી કામ કરી રહેલા મૂળ ઓરિસ્સાના વતની જીવન રાઉત પોતાની પાસે રહેલી કેસ 23 લાખ રૂપિયા ભરવા માટે બેંકમાં જવા માટે નીકળ્યા હતા, પરંતુ તેના બાદ તેમનો મોબાઈલ સ્વીચઓફ થઇ ગયો.

જીવન રાઉતનો સતત સંપર્ક કરવા છતાં પણ કોઈ ભાળ ના મળવાના કારણે હોટલના કર્મચારીઓને શંકા ગઈ હતી અને તેના બાદ દમણ પોલીસને જાણ કરવામાં આવી હતી, તપાસ કરી રહેલી પોલીસની ટીમે આ ઘટનામાં ડોગનો પણ સહારો લીધો હતો. જેના બાદ સ્ટોરરૂમમાં મળેલા હાથના પંજાની ગંધ પોલીસના ટ્રેની ડોગ “રાજન”ને સુંઘાડતા જ તે સીધો કર્મચારી વિરેન્દ્ર પાસે પહોંચી ગયો હતો. કર્મચારી વીરેન્દ્ર ઉર્ફે વાહીદ સૈનીના બુટ ઉપરથી લોહીના ડાઘ દેખાય હતા જેના બાદ પોલીસને શંકા ગઈ હતી કે મેનેજર પાસેથી પૈસા લઈને તેમની હત્યા કરવામાં આવી હશે.

જેના બાદ પોલીસે વીરેન્દ્રની પુછપરછ કરી હતી. શરૂઆતમાં તે ગલ્લાંતલ્લાં કરવા લાગ્યો હતો, પરંતુ પોલીસે કડકાઈથી પુછપરછ કરતા આખો જ મામલો સામે આવી ગયો હતો. આ ઘટનામાં સામે આવ્યું કે વીરેન્દ્રને કેટલાય સમયથી પૈસાની જરૂરિયાત હતી જેના કારણે તેને જયારે મેનેજર બેઝમેન્ટમાં આવેલી ઓફિસમાંથી બપોરે 23 લાખ રૂપિયા જમા કરાવવા માટે બેંકમાં તો હતો ત્યારે બાજુના સ્ટોર રૂમમાં કામ કરતા વીરેન્દ્રએ જીવનને કોઈ કામ છે એમ કહીને બોલાવ્યો હતો.

જીવનના આવ્યા બાદ તેના અંગત મિત્ર સાથે મળીને જીવન ઉપર કટરથી હુમલો કરી અને જીવનનું ગળું કાપી નાખ્યું હતું અને ત્યારબાદ જીવનની લાશને ગાર્બેજ બેગમાં નાખી દીધી હતી. ત્યારે આ મામલે પોલીસે હત્યારા વીરેન્દ્રની ધરપકડ કરી અને તેની પાસે રૂ 4.13 લાખ કબ્જે કરી લીધા છે, અને તેનો સાથીદાર કોણ હતો અને બાકીના રૂપિયા ક્યાં સંતાડયા છે તેની તપાસ ચાલી રહી છે.

Niraj Patel