કોરોના વાયરસ દુનિયાભરમાં ફેલાયો અને આપણા દેશમાં પણ તેનાથી બચવા માટે લોકડાઉન જાહેર કરવામાં આવ્યું. લોકડાઉનમાં ઘણા લોકો એવા પણ હતા જે સોશિયલ ડિસ્ટેંસીન્ગનું પાલન કરતા નહોતા અને પોલીસ દ્વારા કડકાઈથી તેમને પાલન કરાવવામાં આવતું હતું, આવું જ કંઈક સુરતના સચિન વિસ્તારમાં ઘટ્યું હતું.

સુરતના સચિન વિસ્તારમાં એક અનાજ કરિયાણાના દુકાનદરની પ્લોટ્સ દ્વારા ધરપકડ કરવામાં આવી, સોશિયલ ડિસ્ટેંસીન્ગનું પાલન ના કરવાના ગુન્હામાં તેને ઉઠક બેઠક કરાવી અને રૂપિયા 4 હજારના જામીન ઉપર તેને છોડવામાં પણ આવ્યો હતો. પરંતુ આ તે યુવકથી સહન ના થઇ શક્યું અને તેને ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર સુરતના સચીનમાં રહેતા અને મૂળ ઉત્તરપ્રદેશ બાંદાના વતની એવા વિષ્ણુદત્ત રમાશંકર શાહુએ પોતાના ઘરની નજીક કરિયાણાની દુકાન જે તેઓ ચાલવતા હતા તેને 10મી એપ્રિલના રોજ મોડી સાંજ સુધી ખુલ્લી રાખી હતી તેમજ ગ્રાહકો પાસે સોશિયલ ડિસ્ટેંસીન્ગનું પણ પાલન કરાવતા નહોતા. જે ધ્યાન ઉપર આવતા જ સચિન જીઆઇડીસી પોલીસે જાહેરનામાના ભંગ બદળ કાર્યવાહી કરી હતી. અને દુકાન બંધ કરાવી દીધી હતી. અને તેમની અટકાયત કરી હતી.

આ ઘટના બાદ તેમને જામીન ઉપર છોડવામાં આવ્યા હતા પરંતુ મંગળવારે સવારે તેમના ઘર પાસેના ખાલી રૂમમાંથી પંખા સાથે દોરીથી લટકેલો તેમનો મૃતદેહ મળી આવ્યો હતો. બનાવની જાણ થતા જ સચિન જીઆઇડીસી પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. અને તપાસ હાથ ધરી હતી.
Author: GujjuRocks Team