ખબર

સુરતમાં પતિ પત્ની કરવા માટે ગયા હતા ચોરી, શોરૂમમાંથી ચોરી લીધું ભારે AC, લઈને બહાર નીકળતા હતા અને પતિનું થઇ ગયું આ કારણે મોત, જુઓ વીડિયો

સુરતમાં AC ચોરતી વખતે પતિ તડપી તડપીને મર્યો , જુઓ શું ભૂલ કરી? જુઓ CCTV વીડિયો

ગુજરાતમાંથી છેલ્લા કેટલાય સમયથી ચોરીની અસંખ્ય ઘટનાઓ સામે આવી રહી છે. ઘણી ઘટનાઓ સીસીટીવી કેમેરામાં પણ કેદ થઇ જાય છે અને પોલીસ પણ આરોપીઓ સુધી પહોંચવામાં સફળ રહે છે, પરંતુ હાલમાં સુરતમાંથી એક એવી ઘટના સામે આવી છે જે હેરાન કરી દેનારી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર સુરતના રાંદેરમાં એક પતિ પત્ની ચોરી કરવા માટે નીકળ્યા હતા. પરંતુ તેમને સપનામાં પણ ખબર નહોતી કે આ ચોરી તેમના ઉપર કાળ બનીને આવશે. આ દંપતી એક જવેલર્સના શોરૂમની અંદર ચોરી કરવા માટે ઘુસ્યું હતું. જ્યાંથી તેમને દુકાનમાંથી એક વજનદાર મશીન પણ ચોરી લીધું હતું, અને તેની ચોરી કરીને આ દંપતી બહાર આવી રહ્યું હતું.

આ દરમિયાન જ પગથિયું ચુકી જવાના કારણે ભારેખમ મશીન પતિ ઉપર જ પડ્યું હતું, જેની નીચે દબાઈ જવાના કારણે તેનું મોત નીપજ્યું હતું. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં પણ કેદ થઇ ગઈ છે અને પોલીસે સીસીટીવીના આધારે પત્નીની અટકાયત કરી અને આ મામલામાં વધુ તપાસ હાથ ધરી છે.

આ મામલે મળી રહેલી વધુ માહિતી અનુસાર સુરતના રાંદેર વિસ્તારમાં આવેલા ભેરુનાથ જવેલર્સમાં આ દંપતી ચોરી કરવા માટે પ્રવેશ્યું હતું. શોરૂમમાંથી મશીન બહાર લાવતા એક પગથિયું ચુકી જવાના કારણે પતિનું મોત નીપજ્યું હતું, જવેલર્સના કમ્પાઉન્ડમાંથી પતિનો મૃતદેહ મળવાના કારણે પોલીસને જાણ કરવામાં આવી હતી, જેના બાદ પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી હતી.

પોલીસ તપાસમાં સામે આવ્યું કે જવેલર્સના શોરૂમમાં ચોરી કરવા માટે સલામ શેખ અને તેની પત્ની આવ્યા હતા. આ ઘટના 22મી ઓક્ટોબરની રાત્રે 2.48 વાગ્યાની છે. જેમાં સલામ શેખનું મોત નીપજ્યું હતું. મૃતક ફૂલવાડી નહેરુનગરનો રહેવાસી હોવાનું પણ સામે આવ્યું છે. તેની પત્નીની પણ અટકાયત કરી લેવામાં આવી છે. મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે મોકલી અને સલામની પત્નીની પુછપરછ કરવામાં આવી હતી.