ખબર

મિત્રએ તેની દીકરી જેવડી 14 વર્ષની મિત્રની દીકરી ઉપર નજર બગાડી, એકલતાનો લાભ લઈને કર્યું એવું કે તમારા મોઢામાંથી પણ…..

સુરતમાં 14 વર્ષની કિશોરીની એકલતાનો લાભ લઈને ઘરમાં ઘૂસીને માણ્યું સુખ પછી અચાનક

આજના સમયમાં વિશ્વાસ કોનો કરવો તે પણ એક મોટો પ્રશ્ન બની ગયો છે. ખાસ કરીને કોઈનો વિશ્વાસ ત્યારે કરવો ભારે બની જાય છે જયારે તમારા ઘરની અંદર તમારી બહેન દીકરી અને પત્ની હોય. આવા સમયે તમારો કયો મિત્ર ક્યારે દગો આપી જાય તે નક્કી નથી હોતું. આવી જ ઘણી ઘટનાઓ પણ સતત સામે આવતી રહી છે. ત્યારે હાલ એવી જ એક ચકચારી ભરેલી  ઘટના સુરતમાંથી સામે આવી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર સુરતના રાંદેરમાં રહેતી 14 વર્ષની એક સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના સામે આવી છે. અને આ દુષ્કર્મ બીજા કોઈએ નહિ પરંતુ કિશોરીના પિતા સાથે કામ કરતા તેમના મિત્ર દ્વારા જ આચરવામાં આવ્યું હતું. જે અંગેની ફરિયાદ પોલીસ મથકે નોંધાઈ છે ને પોલીસ દ્વારા આરોપી અને તેને સાથ આપનાર વ્યક્તિની પણ ધરપકડ કરી લેવામાં આવી છે.

આ બાબતે મળી રહેલી વધુ માહિતી અનુસાર 14 વર્ષની કિશોરીને મોહંમદ જમીલ નામનો વ્યક્તિ જે કિશોરીના પિતા સાથે જ બાંધકામનું કામ કરતો હતો તેને મીઠી મીઠી વાતોમાં કિશોરીને ફસાવી હતી અને તેની એકલતાનો લાભ લઈને તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. જયારે કિશોરી તેના ઘરમાં એકલી હોતી ત્યારે જમીલનો એક મિત્ર અંજાર શેખ કિશોરી ઘરે એકલી હોવાનું જમીલને જણાવતો હતો.

જેના બાદ જમીલ કિશોરીના ઘરે આવતો અને ઘરમાં ઘૂસીને તેની સાથે અવાર નવાર દુષ્કર્મ આચરતો હતો અને અંજાર ઘરની બહાર ઉભો રહીને પહેરો આપતો હતો. માનસિક તાણમાં આવી ગયેલી કિશોરીએ આ સમગ્ર હકીકત તેની માતાને જણાવતા તેમને રાંદેર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

આરોપી જમીલ પહેલાથી જ પરણિત છે અને એક દીકરીનો બાપ પણ છે તો તેનો સાથ આપનાર અંજાર શેખ પણ પરણિત છે. તે છતાં પણ તેમને પોતાની દીકરીની ઉંમરની કિશોરી સાથે દુષ્કર્મ આચરીને મિત્રતાના સંબંધોને શર્મસાર કરનારું કૃત્ય કર્યું હતું.