સુરતના કોફિશોપમાં બેભાન પડેલા બે કોલેજના વિદ્યાર્થીઓ પૈકી એક વિદ્યાર્થીનીનું મોત, પરિવારનો સનસનીખેજ આક્ષેપ

ગુજરાતમાંથી આત્મહત્યા અને હત્યાના તેમજ અકસ્માતના બનાવો લગભગ રોજેરોજ સામે આવતા રહે છે. ઘણીવાર એવું બની જતુ હોય છે કે પરિવારને તેમની ખોટ હંમેશા વર્તાતી રહેતી હોય છે. હાલ સુરતમાંથી અજીબ કિસ્સો સામે આવ્યો છે. સુરતના કોફી શોપમાં બેભાન મળેલી કોલેજીયન વિદ્યાર્થિનીનું મોત થઇ ગયુ છે અને આ ઘટના બાદ અરેરાટી વ્યાપી ગઈ છે. પરિવારે એક બીજા ધર્મના વિદ્યાર્થી પર ઝેર આપી મોતને ઘાટ ઉતારી હોવાનો આક્ષેપ કર્યો છે. બેભાન વિદ્યાર્થીઓને સારવાર માટે સિવિલ હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતાં, જ્યાં વિદ્યાર્થિનીને મૃત જાહેર કરાઈ હતી. કોફી શોપમાં બે કલાક બાદ તપાસ કરતાં બન્ને કોલેજીયન બેભાન મળ્યાં હતાં. બીએડની વિદ્યાર્થિનીના મોતને લઈને પરિવારે આરોપ મુકતા પોલીસે તપાસ શરૂ કરી છે.

હાલ તો પરિવારે એવું કહ્યુ છે કે જયાં સુધી છોકરાની ધરપકડ નહિ થાય ત્યાં સુધી છોકરીની અંતિમવિધિ તે લોકો નહિ કરે. હાલ તો દીકરીના પિતા મુંબઇથી સુરત આવવા નીકળ્યા છે. પોસ્ટમોર્ટમ બાદ હવે ખબર પડશે કે વિદ્યાર્થીનીના મોત પાછળ આખરે મામલો શું છે. ઘટનાની વિગત તપાસીએ તો, સોમવારે મોડી સાંજે 108માં બે વિદ્યાર્થીઓને ઝેરી દવા પીધી હોવાની શંકા સાથે સારવાર માટે સિવિલ હોસ્પિટલ લાવવામાં આવી હતી અને તપાસ કરતા વિદ્યાર્થીનું મોત નિપજ્યુ જેને કારણે સાથી વિદ્યાર્થી નાસી છૂટ્યો હતો. મૃતકનું નામ મધુસ્મિતા શાહુ છે અને તેની ઉંમર 22 વર્ષની હતી, તે ડિંડોલીની રહેવાસી હતી અને બીએડની વિદ્યાર્થીની હતી. પરિવારમાં તે એકની એક દીકરી હતી અને તેની મોતથી પરિવારના માથે તો જાણે દુખોનો પહાડ તૂટી પડ્યો છે.

મૃતક બીએડના પહેલા વર્ષમાં હતી અને તે સોમવાારના રોજ ઘરેથી કોલેજ જવાનું કહી નીકળી પરંતુ સાંજે તે 6 વાગ્યા સુધી પરત ન ફરી અને તેનો પરિવાર આ કારણે ચિંતિત હતો. તેનો ફોન પણ બંધ આવતો હતો અને આ બાદ તેઓ  દોડધામ કરવા લાગ્યા હતા. કોલેજ પણ બંધ હતી. ત્યારે તેમણે પોલિસની મદદ લીધી. સોમવારે રાત્રે લગભગ 12.30 વાગ્યા આસપાસ NGO અને પોલિસે તેમની દીકરીની મોતની જાણકારી આપી અને કોલેજ બેગ તથા મોપેડ આપ્યુ. આ સમાચાર બાદ તો પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો. કોલેમાં એક વિદ્યાર્થી મધુસ્મિતાને મેસેજ કરી હેરાન કરતો હતો, આ બાબત તપાસમાં બહાર આવી છે.

પ્રતિકાત્મક તસવીર

મધુસ્મિતાના મોત બાદ તેની મિત્રોએ રહસ્યો ખોલ્યા તે બાદ પોલિસ દોડતી થઇ હતી. મીડિયા રીપોર્ટ અનુસાર, કોફી શોપના સંચાલકે કહ્યું કે, બે કલાકથી એકની એક જગ્યા પર બેસેલા જોઈ શંકા ગઇ અને તે પૂછવા ગયા ત્યારે બન્ને ટેબલ પર જ ઢળી પડ્યા હતા. તાત્કાલિક 108ને બોલાવી સિવિલ મોકલ્યા હતા. ઓડિશા પરિવારની એકની એક દીકરીને યુવકે ઝેર આપી મારી નાખી હોવાનો પરિવારે આક્ષેપ કરતા ખટોદરા પોલીસે તપાસ શરૂ કરી છે.

Shah Jina