સુરતમાં 48 કલાકમાં આપઘાતની 8 ઘટના, મચી ગયો ખળભળાટ

ગુજરાતમાંથી અવાર નવાર આત્મહત્યાની ઘણી ઘટનાઓ સામે છે, ત્યારે ડાયમંડ નગરી સુરતમાંથી જે ઘટનાઓ સામે આવી તે ચોંકાવનારી છે. સુરતમાં 48 કલાકમાં 8 આપઘાતની ઘટના બની, જેને કારણે ખળભળાટ મચી ગયો છે. આપઘાતની ઘટનાઓમાં કારણ વિશે વાત કરીએ તો કોઈએ આર્થિક તંગીને કારણે જીવન ટૂંકાવ્યું છે તો કોઈએ સામાન્ય બાબતોમાં આપઘાત કરી લીધો છે.

આપઘાતના કારણે મૃતકોના પરિવારમાં પણ શોકની લાગણી ફેલાઇ છે. સુરતમાં ભાજપ મહિલા નેતા સહિત બે દિવસમાં 8 લોકોએ જીવન ટૂંકાવ્યું છે. મૃતકોમાં એક રત્ન કલાકાર સામેલ છે જેણે આર્થિક મંદીને કારણે જીવન ટૂંકાવ્યું છે. સંજય રામજી મકવાણાએ હીરામાં મંદી હોવાથી કામ ન મળતા આત્મહત્યા કરી લીધી હતી.

આ ઉપરાંત 4 યુવક, 2 આધેડ અને 2 યુવતીનો સમાવેશ થાય છે. આધેડની વાત કરીએ તો તેમને દારૂની લત છોડવા ઠપકો આપતા આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે. આ સાથે અન્ય યુવક અને યુવતીને પણ સામન્ય ઘરની બોલાચાલીમાં આપઘાત કરી લીધો છે.

Shah Jina