ખબર

સુરતમાં 60 વર્ષીય જમીન દલાલે રિવોલ્વરથી પેટમાં ગોળી ધરબી આત્મહત્યા કરી, કારણ નીકળું ચોંકાવી દે તેવું

ખરેખર સાવ આવા કારણે આત્મહત્યા કરાય? સુરતમાં 60 વર્ષીય જમીન દલાલે આત્મહત્યા કરી, કારણ નીકળું ચોંકાવી દે તેવું

ગુજરાતમાંથી છેલ્લા ઘણા સમયથી આપઘાતના કિસ્સાઓમાં નોંધપાત્ર વધારો થયો છે. ત્યારે હાલમાં વધુ એક આપઘાતના સમાચાર સામે આવ્યા છે, જેમાં સુરતના સરથાણામાં એક 60 વર્ષના વૃદ્ધે પોતાની લાયસન્સવાળી રિવોલ્વરથી ગોળી મારી આપઘાત કરી લીધો છે. આ ઘટનાથી ચકચાર મચી જવા પામી છે. ઘટનાની જાણ થતા જ પોલિસ ઘટનાસ્થળે પહોંચી અને લાશને પીએમ અર્થે મોકલી આપી હતી. હાલ તો પોલિસે વધુ તપાસ હાથ ધરી હતી. ઉલ્લેખનીય છે કે, આત્મહત્યાના બનાવો સતત વધી રહ્યા છે અને લોકો નાની અમથી વાતે જીવન ટૂંકાવી રહ્યા છે.

ઘટનાની પ્રાપ્ત માહિતી અનુસાર સુરતના સરથાણા યોગીચોક નજીક આવેલા સન સ્ટાર સીટી રો હાઉસમાં બાલુભાઇ રહે છે જેઓ છેલ્લા ઘણા સમયથી અનેક બીમારીઓથી પરેશાન હતા અને તેમના બાળકો પણ વિદેશમાં હતા. તેઓ અહીં પોતાની વૃદ્ધ માતા સાથે રહેતા હતા. બાલુભાઈને કોલેસ્ટ્રોલ, ડાયાબિટીસ જેવી અનેક બીમારીઓ હતી, જેની સામે તેઓ ઝઝૂમી રહ્યા હતા. જેને લઈને તેઓ માનસિક રીતે પરેશાી અનુભવતા હતા.ત્યારે આખરે કંટાળી બાલુભાઇએ પોતાની લાયસન્સવાળી રિવોલ્વરથી પેટના ભાગે ગોળી મારી આત્મહત્યા કરી લીધી હતી.

જો કે, ઘટના બાદ તેમને હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં પણ આવ્યા હતા. પરંતુ ત્યાં હાજર ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. ઘટનાની જાણ થતા સરથાણા પોલિસ પણ પહોંચી હતી અને લાશને પીએમ માટે મોકલી આપી હતી, જે બાદ વધુ કાર્યવાહી શરૂ કરી હતી. જો કે, જમીન દલાલે આપઘાત પહેલા એક સુસાઇડ નોટ પણ લખી હતી, જેમાં તેમણે લખ્યુ હતુ કે, ક્યાંય ચેન પડતું નથી અને કંટાળી ગયો છું, જેથી મેં આ પગલું ભર્યું છે. જો મેં કોઈને પણ દુઃખ લાગ્યું હોય તો હું માફી માંગુ છું, મારા બા પણ છેલ્લા 20 દિવસથી દુઃખી થાય છે, જેથી મને ઘણું દુખ થાય છે તેવું લખ્યું હોવાનું પણ જાણવા મળ્યું છે.