ખબર

સુરતમાં 60 ફૂટનો ‘રાવણ’ દહન કરતા સમયે એવી ઘટના કે ભાગદોડ મચી ગઈ- જાણો વિગત

દેશભરમાં અનેક જગ્યા પર દશેરાના તહેવારમાં રાવણ દહન કરાયું હતું. પણ સુરતમાં રાવણદહન સમયે કંઈક અલગ જ દ્રશ્યો સર્જાયા હતા.આદર્શ રામલીલા ટ્રસ્ટ દ્વારા આયોજીત 60 ફૂટ ઊંચા રાવણના પૂતળાનું દહન કરવા લોકો જયારે વી.આઈ.પી રોડ પર પહોંચ્યા ત્યારે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો.

રાવણ દહનના સમય દરમિયાન મીની વાવાજોડા જેવું દ્રશ્ય સુરત ખાતે સર્જાયું હતું.અચાનક જોરદાર પવન ફુંકાવવાને કારણે 60 ફૂટ ઊંચું રાવણનું પૂતળું જમીનગ્રસ્ત થઇ પડ્યું.

60 ફૂટના ઊંચા રાવણના પૂતળાની અંદર અનેક ફટાકડા ભરી અને તૈયાર કરવામાં આવેલ હતું. એવું લાગ્યું કે સુરતમાં કોઈ વ્યક્તિએ નહીં પણ સાક્ષાત કુદરતે રાવણ દહન કર્યું. ઝોરદાર પવનને કારણે જમીનગ્રસ્ત થયેલ રાવણના પૂતળાનું દહન કુદરતે કર્યું

વાતાવરણમાં પલટો આવતા વાવાઝોડાનું દ્રશ્ય જોઈ આયોજકોએ કાર્યક્રમ 40 મિનિટ પહેલા જ શરૂ કરી દીધો હતો. આતશબાજી શરૂ થતા જોરદાર પવન ફૂંકાવા લાગ્યો અને વરસાદ શરૂ થઇ ગયો હતો. ભરી પવન અને વરસાદ વચ્ચે રાવણ જમીનગ્રસ્ત પૂતળાનું દહન થયું હતું.

રાવણ દહન જોવા આવેલ લોકો વચ્ચે થોડો અફરાતફરીનો માહોલ પણ સર્જાયો હતો. અંતે રાવણ દહન માણ્યા વગર લોકો હતાશ થઇ અને ઘરે ફર્યા હતા.