સુરતમાં મસાજ પાર્લરની આડમાં ચાલતુ હતું બીભત્સ કામ, વિદેશથી આવેલી 6 રૂપલલનાઓ સહિત આટલા ગ્રાહકની ધરપકડ

ગુજરાતની અંદર ઘણા સ્થળો ઉપર પોલીસ રેડ પાડી અને દેહ વિક્રયના ધંધાનો પ્રદફાશ કરતી હોય છે. ઘણી જગ્યાએ સ્પા અને બ્યુટીપાર્લરની આડમાં ચાલતા કુટણખાના ઝડપાતા હોય છે અને એમાં સુરત અને વડોદરામાંથી આવી ઘટનાઓ અવાર નવાર સામે આવતી હોય છે, ત્યારે હાલ આવો જ એક કિસ્સો સામે આવ્યો છે, જ્યાં પોલિસે દરોડો પાડી એક કુટણખાનાનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. આ કિસ્સો સુરતમાંથી સામે આવ્યો છે.

શહેર મિસિંગ સેલ ક્રાઇમ બ્રાન્ચના વેસુના એક સ્પામાં કૂટણખાનું ચાલી રહ્યુ હતુ, જ્યાં દરોડો પાડતા ભાગદોડ મચી જવા પામી હતી. વેસુના આર વન સ્પામાં એએચટીયુની ટીમ દ્વારા રેડ પાડવામાં આવી હતી. પોલિસે 6 યુવતિઓ સહિત સંચાલક અને 3 ગ્રાહકની આ મામલે ધરપકડ કરી છે. ત્યાં જ એવી માહિતી પણ સામે આવી છે કે થાઇલેન્ડની યુવતિઓ ટુરિસ્ટ વિઝા પર સુરત આવી અને ગંદુ કામ કરતી હતી.

પોલિસે આ મામલે બે આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા છે. ઘટનાની વિગત તપાસીએ તો, આર વન સ્પા મસાજ પાર્લરમાં દેહ વેપારનો ધંધો ચાલી રહ્યો છે તેવી બાતમી મળ્યા બાદ રેડ પાડવામાં આવી હતી અને ત્યાંથી પોલિસને રોકડા રૂપિયા 34400 અને 5 નંગ મોલાઇલ ફોન સહિત 12 કોન્ડમ, એક સ્વાઇપ કાર્ડ મશીન સહિત કુલ 1 લાખ 41 હજાર 400 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો.

પોલિસે જે બે આરોપીને વોન્ટેડ જાહેર કર્યા છે, તેમાં એક સ્પાનો માલિક દિપકકુમાર ઉર્ફે નિમિતભાઇ પટેલ અને એક વિદેશી મહિલા મોકલનાર નમાઇ ઉર્ફે સ્માઇલી સામેલ છે. હાલ તો પોલિસે આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલિસની પ્રાથમિક તપાસમાં એ ખુલાસો થયો છે કે થાઇલેન્ડની યુવતિઓને ટુરિસ્ટ વિઝા પર ભારત લાવી અને કુટણખાનુ ચલાવવામાં આવતુ હતુ. હાલ તો પોલિસે યુવતિઓને તેમના દેશમાં મોકલવાની તજવીજ હાથ ધરી છે.

Shah Jina