ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી હાર્ટ એટેકના બનાવમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. રાજકોટ, સુરત, વડોદરા અમદાવાદ સહિત અનેક શહેરોમાંથી આવા મામલા સામે આવી રહ્યા છે. ત્યારે હાલમાં ફરી એકવાર હાર્ટ એટેકથી એક પરણિતાનું મોત થયુ હોવાનો કિસ્સો સામે આવ્યો છે. સુરતની 45 વર્ષીય મહિલાનું મોત હ્રદય રોગનો હુમલો આવતા થયુ હતુ. સુરતના પાંડેસરામાં એક મહિલાનું હાર્ટ એટેકથી મોત થયુ હોવાનું સામે આવતા ચકચારી મચી ગઇ.
શ્વાસ લેવામાં તકલીફ
મહિલાની ઉંમર 45 વર્ષની હતી અને તેને અચાનક શ્વાસ લેવામાં તકલીફ પડ્યા પછી અચાનક હ્રદય રોગનો હુમલો આવ્યો હોવાનું સામે આવ્યુ. જો કે, તેને તાત્કાલિક હોસ્પીટલ ખસેડવામાં આવી પણ તેનું મોત થઇ ગયુ. પાંડેસરામાં રહેતી 45 વર્ષીય મુન્નીદેવીને ગત રાત્રે શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી અને તે પછી તેને એમ્બ્યુલન્સ મારફતે તાત્કાલિક સારવાર હેઠળ નજીકની હોસ્પિટલ લઈ જવામાં આવી પણ દરમિયાન તેનું સારવાર મળે એ પહેલા જ હાર્ટ એટેકથી મોત થયુ હોવાનું સામે આવ્યુ.
પાંડેસરામાં આવેલ વિષ્ણુ નગરમાં રહેતા મદનલાલ અગ્રહરી રીક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે અને તેમની પત્નીને ગત રાત્રે અચાનક શ્વાસ લેવામાં તકલીફ પડી જેને કારણે તે નવી સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઇ ગયા પણ ત્યાં ફરજ પર હાજર તબીબો દ્વારા મહિલાને મૃત જાહેર કરાયા. મહિલાનું અચાનક હાર્ટ એટેકથી મોત નીપજતા પરિવાર પણ શોકમાં ગરકાવ થઈ ગયો. મૃતકના પતિ અનુસાર, પત્નીને છેલ્લા કેટલા દિવસથી શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી,
હાર્ટ એટેક સાયલન્ટ કિલર તે પત્નીને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે પણ લઈ ગયો હતો અને રિપોર્ટ પણ કઢાવ્યા પણ રિપોર્ટ સારા નીકળ્યા અને કોઈ બીમારી પણ ન હોવાનું સામે આવ્યું. જો કે, ગત રાત્રે શ્વાસ લેવામાં તકલીફ પડતા તેને હાર્ટ એટેક આવ્યો. રાજ્યમાં હાર્ટ એટેક સાયલન્ટ કિલર બની રહ્યાં છે અને હવે વધુ એક મોત થતા લોકો પણ ચિંતામાં મૂકાયા છે. સુરત સિવાય રાજકોટમાં મહિલા અને પુરૂષનું પણ હાર્ટ એટેકથી મોત થયુ હોવાનું સામે આવ્યુ છે.