રાજ્યમાં હાર્ટ એટેકનો સિલસિલો યથાવત ! સુરતમાં ત્રણ લોકોના મોત- બે તો સવારે ઉઠ્યા જ નહિ

હાર્ટ એટેકનો સીલસીલો યથાવત:સુરતમાં એક જ દિવસમાં ટપોટપ ત્રણ જણાના હાર્ટ એટેકથી મોત થતાં સન્નાટો, બે યુવકોને ઊંઘમાં જ એટેક આવ્યો

હવેથી રોજ તમારું દૈનિક રાશિફળ, મજેદાર જોક્સ, સુવિચાર તથા લેટેસ્ટ ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા 👉 અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ચેનલમાં

રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી હાર્ટ એટેકની ઘણી ઘટનાઓ સામે આવી રહી છે. યુવાઓ અને કિશોરોને પણ હાર્ટ એટેક ભરખી રહ્યો છે. ત્યારે હાલમાં જ સુરતના અમરોલી, પાંડેસરા અને વરાછામાંથી ત્રણ લોકોના હાર્ટ એટેકથી મોતની ખબર સામે આવી રહી છે. સુરતના અમરોલી છાપરાભાઠામાં રહેતો 23 વર્ષીય સાહિલ રાઠોડ કે જેના એક વર્ષ પહેલાં જ લગ્ન થયા હતા અને તેને સંતાનમાં એક બાળક પણ છે.

તે પરિવાર સાથે રહેતો હતો અને આ દરમિયાન રાત્રે જ્યારે તે ઘરે હતો ત્યારે અચાનક જ છાતીમાં દુખાવાની તેણે ફરિયાદ કરી અને પછી બેભાન થઈ ઢળી પડ્યો. તે પછી તેને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડાયો પરંતુ તબીબે તેને મૃત જાહેર કર્યો. ડોક્ટરે સાહિલનું હાર્ટ એટેકથી મોત થયું હોવાની આશંકા વ્યક્ત કરી હતી.

બીજી ઘટનાની વાત કરીએ તો, પાંડેસરામાં રહેતા અને કલરકામ કરતા 38 વર્ષીય સંજય સહાનીને પણ રાત્રે છાતીમાં દુખાવો થયો અને કે પછી મિત્રો દ્વારા તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો પરંતુ તેને પણ તબીબે મૃત જાહેર કર્યો અને હાર્ટ એટેકથી મોત થયુ હોવાની આશંકા વ્યક્ત કરી.

ત્રીજી ઘટનાની વાત કરીએ તો, મોટા વરાછામાં રહેતા અને ઝીંગા તળાવના સુપરવાઈઝરનું કામ કરતા 45 વર્ષીય મહેશ ખોખરના નાકમાંથી લોહી નીકળ્યું અને ત્યાં જ બેભાન થઈ ગયા. જે પછી તેમને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા પણ ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા અને મોત હાર્ટ એટેકથી થયું હોવાની આશંકા વ્યક્ત કરી.

હવેથી રોજ તમારું દૈનિક રાશિફળ, મજેદાર જોક્સ, સુવિચાર તથા લેટેસ્ટ ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા 👉 અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ચેનલમાં

Shah Jina