ગુજરાતમાં હાર્ટ એટેકે વધારી ચિંતા ! સુરતમાં માતાજીની મૂર્તિ લેવા ગયેલા 28 વર્ષીય યુવાનનું હાર્ટ એટેકને કારણે મોત

28 વર્ષીય યુવાનનું Heart Attack ના કારણે મોત નીપજ્યું, નવરાત્રિ માટે માતાજીની મૂર્તિ લઈ ઘરે આવતા બની ઘટના

હવેથી રોજ તમારું દૈનિક રાશિફળ, મજેદાર જોક્સ, સુવિચાર તથા લેટેસ્ટ ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા 👉 અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ચેનલમાં

ગુજરાતમાંથી અવાર નવાર હાર્ટ એટેકથી મોતના કિસ્સા સામે આવે છે. છેલ્લા કેટલાક સમયમાં તો નાની ઉંમરના લોકોમાં પણ આવા મામલા સામે આવતા ચિંતા વધી છે. જો કે, આરોગ્ય તંત્ર પણ આ બાબતને ગંભીરતાથી લઈ રહ્યું છે પણ, આવા બનાવ સતત વધતા પરિવારો માટે મુશ્કેલી ઉભી કરી રહ્યા છે.

ત્યારે હાલમાં જ મહેસાણાના સાર્વજનિક હાઇસ્કૂલમાં યાજાયેલા ગરબા રમતી વખતે 23 વર્ષના એક શિક્ષિકાને હાર્ટ એટેક આવ્યો અને તેમને સારવાર મળે એ પહેલા જ તેમનું મોત થયું. તો સુરતના ઈચ્છાપોરમાં માતાજીની મૂર્તિ લેવા ગયેલા યુવકને પહેલા છાતીમાં દુખાવો થયો અને પછી દવા લીધા બાદ તેને સારૂ થઈ ગયું પરંતુ જ્યારે તે ઘરે આવ્યો ત્યારબાદ ફરીથી દુખાવો ઉપડતા તેનું મોત નિપજ્યું હતુ.

28 વર્ષીય અમર કિશોરભાઈ રાઠોડ કે જે હીરા કંપનીમાં કામ કરતો હતો અને તેના પરિવારમાં એક પુત્ર અને પત્ની છે. યુવકના અચાનક મોતથી પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે.

હવેથી રોજ તમારું દૈનિક રાશિફળ, મજેદાર જોક્સ, સુવિચાર તથા લેટેસ્ટ ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા 👉 અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ચેનલમાં

Shah Jina