OMG ! સુરતમાં 25 વર્ષના યુવાનને ઊંધમાં જ આવ્યો હાર્ટએટેક, થયુ મોત – હાર્ટએટેકથી બચવું હોય તો ટિપ્સ વાંચો

ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી હાર્ટ એટેકના કિસ્સામાં સતત વધારો થઇ રહ્યો છે. યુવાનોના હાર્ટ એટેકેથી થતા મોત ચિંતાજનક છે. ત્યારે હાલમાં રાજ્યમાં વધુ એક જુવાનજોધનું હાર્ટ એટેકથી મોત થતા ચકચારી મચી ગઇ છે. સુરતના સચીન વિસ્તારમાં હાર્ટ એટેકથી એક યુવકનું મોત થયું હોવાનું સામે આવ્યુ છે. જમીને મોડી રાતે સૂઇ ગયા બાદ સવારે યુવક જાગ્યો નહી અને તેને ઊંઘમાં જ હાર્ટ એટેક આવ્યો હોવાનું જાણવા મળ્યુ.

પ્રાપ્ત માહિતી અનુસાર, બિહારના મધુવનીનો અને હાલ સુરતના સચીન વિસ્તારમાં આવેલા સુડા સેક્ટરમાં રહેતો 25 વર્ષિય વિજય રામાનંદ શર્મા બુધવારે રાત્રે જમીને સૂઈ ગયો હતો અને જ્યારે બીજા દિવસે તેના મિત્રએ તેને ઉઠાડ્યો તો તે ઉઠ્યો જ નહીં. તે બાદ તેને સિવિલ હોસ્પિટલ ખસેડાયો અને ત્યાં તેને મૃત જાહેર કરાયો. જે બાદ પીએમ કરાતા હાર્ટ એટેકના કારણે મોત થયું હોવાનું સામે આવ્યુ.

ઉલ્લેખનીય છે કે, હાલમાં જ રાજકોટના અમિત ચૌહાણનું પિતરાઈ ભાઈને ત્યાં લગ્નના આગલા દિવસે ગરબાના કાર્યક્રમમાંથી આવ્યા બાદ હાર્ટ એટેકથી મોત થયુ હોવાનું સામે આવ્યુ હતુ. આ પહેલા પણ ઘણા લોકોના ક્રિકેટ કે ફૂટબોલ રમતા અથવા તો જીમમાં એક્સરસાઇઝ કરતા અથવા તો રસ્તામાં જ અચાનક હાર્ટ એટેકથી મોત થયુ હોવાના કિસ્સા સામે આવી ચૂક્યા છે.

Heart attack symptoms : ગુજરાત સમેત દેશભરમાં હાર્ટ એટેક (Heart Attack) ના મામલાઓ સતત સામે આવી રહ્યા છે. ખાસ કરીને યુવાનોમાં હાર્ટ એટેકના મામલાઓ વધુ પડતા જોવા મળી રહ્યા છે. ત્યારે આ બાબતે હવે ચિંતાનો વિષય પણ બની છે. પરંતુ હ્રદયરોગનો હુમલો ઘણીવાર આંચકાથી શરૂ થાય છે, અચાનક વિસ્ફોટથી નહીં. મોટાભાગના લોકો હાર્ટ એટેક આવતા પહેલાના લક્ષણો (Heart attack symptoms) પર ધ્યાન નથી આપતા. ત્યારે આજે અમે તમને એવા જ કેટલાક લક્ષણો જણાવીશું. (તમામ તસવીરો પ્રતીકાત્મક છે)

સર્ક્યુલેશન જર્નલમાં પ્રકાશિત એક રિપોર્ટ અનુસાર હાર્ટ એટેકના 1 મહિના પહેલા તેના લક્ષણો દેખાવા લાગે છે. આ સંશોધનમાં 500થી વધુ મહિલાઓ સામેલ હતી જેઓ હાર્ટ એટેકથી બચી ગઈ હતી. એકંદરે  95 ટકા સહભાગીઓએ જણાવ્યું હતું કે તેઓએ તેમના હાર્ટ એટેકના એક મહિના પહેલા શરીરમાં કેટલાક લક્ષણો જોયા હતા. જ્યારે 71 ટકા લોકોએ થાકને એક સામાન્ય લક્ષણ તરીકે નોંધ્યું હતું, જ્યારે 48 ટકાએ જણાવ્યું હતું કે તેઓ ઊંઘની સમસ્યા અનુભવે છે. કેટલીક સ્ત્રીઓએ છાતીમાં દુખાવો, દબાણ, દુખાવો અથવા છાતીમાં જકડાઈ જવાની પણ જાણ કરી હતી.

વાત કરીએ હાર્ટ એટેકના લક્ષણોની તો તેમાં થાક, ઊંઘની સમસ્યાઓ, અપચો, ચિંતા કરવી, હૃદયના ધબકારા, હાથની નબળાઇ / ભાર, વિચાર અથવા મેમરીમાં ફેરફાર, દ્રષ્ટિ પરિવર્તન, ભૂખ ન લાગવી, હાથ અને પગમાં કળતર, રાત્રે શ્વાસ લેવામાં તકલીફ થવી જેવી બાબતો છે. આ ઉપરાંત હાર્ટ એટેકની સામાન્ય બાબત પર નજર કરીએ તો મોટાપો, ડાયાબિટીસ, વધુ પડતો કોલેસ્ટ્રોલ,  હાઈ બીપી, ધૂમ્રપાન અને અતિશય દારૂનું સેવન, વધારે પડતો ચરબીયુક્ત આહાર પણ સામેલ છે.

તમારા હાર્ટને સુરક્ષિત રાખવા માટે, સ્વસ્થ, સંતુલિત આહાર લો અને તમારા પ્રોસેસ્ડ, ખાંડવાળા ખોરાકનું સેવન મર્યાદિત કરો. નિયમિતપણે વ્યાયામ કરો, તંદુરસ્ત વજન જાળવો, તમારા બ્લડ પ્રેશર, કોલેસ્ટ્રોલ અને બ્લડ સુગરના સ્તરને નિયંત્રિત કરો. જો તમે મદ્યપાન અથવા ધૂમ્રપાન કરતા હો, તો તેને ધીમે ધીમે છોડો અથવા તેને ઓછું કરો.

હાર્ટ એટેક આવતા આ રીતે CPR આપીને બચાવી શકાય છે જીવ:
જો તમને હાર્ટ એટેકના લક્ષણો દેખાય, તો તાત્કાલિક તબીબી સારવાર માટે તમારી નજીકની હોસ્પિટલનો સંપર્ક કરો. તેમજ જો કોઈ વ્યક્તિને અચાનક હાર્ટ એટેક આવે અને તેને શ્વાસ લેવામાં તકલીફ થાય, તો શરીરમાં લોહીનો પ્રવાહ જાળવવા અથવા પુનઃસ્થાપિત કરવા માટે કાર્ડિયોપલ્મોનરી રિસુસિટેશન (CPR) શરૂ કરો. નિષ્ણાતો કહે છે કે જો CPR કાર્ડિયાક અરેસ્ટની શરૂઆતની થોડી મિનિટોમાં કરવામાં આવે તો તે વ્યક્તિના બચવાની શક્યતા બમણી કરી શકે છે.

Shah Jina