એક જ દિવસમાં સુરતની ડાયમંડ હોસ્પિટલમાં 23 બાળકોનો થયો જન્મ, બાળકોની કિલકારીઓથી ગુંજી ઉઠી હોસ્પિટલ

ગુજરાત સહિત દેશભરમાંથી અવાર નવાર અલગ અલગ રેકોર્ડ સર્જાવાના કિસ્સાઓે આવતા રહે છે, ત્યારે હાલમાં હીરાનગરી કહેવાતી સુરતમાંથી એક રેકોર્ડ સર્જવાનો કિસ્સો સામે આવ્યો છે, જેમાં ગુરુવારના રોજ એક જ દિવસમાં પાંચ-સાત નહિ પરંતુ 23 બાળકોનો જન્મ થયો છે. આ રેકોર્ડ ડોક્ટર્સ ડેના દિવસે નોંધાયો હતો. ડૉકટર્સ ડેની પૂર્વસંધ્યા પર સુરત ડાયમંડ એસોસિએશન આરોગ્ય સમિતિ સંચાલિત માતૃશ્રી રામુબા તેજાણી અને માતૃશ્રી શાંતાબા વીડિયા હોસ્પિટલમાં ગુરુવારના રોજ 23 પ્રસુતાઓએ 23 બાળકોને જન્મ આપ્યો હતો.

ઉલ્લેખનીય છે કે, હોસ્પિટલમાં 23 બાળકોની કિલકારીઓ પણ ગુંજી ઉઠી હતી. 23 બાળકોની વાત કરીએ તો, તેમાં 12 છોકરીઓ અને 11 છોકરાઓનો સમાવેશ થાય છે. જણાવી દઇએ કે, વર્ષ 2021માં જાન્યુઆરી માસના પહેલા દિવસે હોસ્પિટલમાં 21 બાળકોનો જન્મ થયો હતો.પ્રસુતાઓની વાત કરીઓ તો, 23માંથી 6 પ્રસૂતાઓને સિઝેરિયન અને 17 પ્રસૂતાઓને નોર્મલ ડિલિવરી થઇ હતી. સુરતમાં આ હોસ્પિટલનો નવો રેકોર્ડ બન્યો છે. એ તો તમે જાણતા જ હશો કે પરિવારમાં જ્યારે સંતાનનો જન્મ થાય ત્યારે ખુશી કંઇક અલગ જ હોય છે.

હોસ્પિટલના ગાયનેકોલોજિસ્ટ અને અન્ય તબીબી તેમજ નર્સ સ્ટાફે આ અનોખી ઘડીને વધાવી હતી. મીડિયા રીપોર્ટ્સ અનુસાર, હોસ્પિટલના સંચાલકના કહેવા પ્રમાણે જો આ હોસ્પિટલમાં એક કરતાં વધારે દીકરી જન્મે તો પરિવારને એક લાખ રૂપિયાના બોન્ડ પણ આપવામાં આવે છે. 2 હજાર દીકરીઓ જે અત્યાર સુધી જન્મી છે તેમને કુલ 20 કરોડના બોન્ડ આપવામાં આવ્યા છે.

Shah Jina