સુરત: આ પ્રેમ છે કે પરીક્ષા ? પત્નીની મોતના 21માં દિવસે જ પતિએ પણ ગુમાવ્યો જીવ, 6 મહિનાના દીકરાએ ખોયા માતા-પિતા

સુરતની હૃદયદ્રાવક ઘટના: પત્નીના આપઘાતનો લાગ્યો આંચકો, પતિ 4 દિવસ પહેલાં જ વતનમાં પત્નીની અંતિમવિધિ પૂર્ણ કરીને સુરત આવ્યો હતો

સુરતમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જેમાં પત્નીના મોતના 21મા દિવસે પતિએ પણ દમ તોડી દીધો હતો અને તેમનો 6 મહિનાનો પુત્ર નોંધારો રહી ગયો હતો. પતિને છાતીમાં દુખાવો થયો હતો અને તે બાદ તેમણે પણ દમ તોડી દીધો હતો. મૃતકનું નામ અશોક હોવાનું સામે આવ્યુ છે. મૃતકના મોટા ભાઇનું કહેવુ છે કે તે તેની પત્નીની અંતિમવિધિ માટે ગયો હતો અને તે શુક્રવારના રોજ અંતિમવિધિ પૂરી કરી સુરત આવ્યો હતો.

Image source

પત્નીની મોતને કારણે પરિવારમાં શોક છવાઇ ગયો હતો. અશોકને પત્નીના મોતને ઊંડો આઘાત લાગ્યો હતો અને તેને જ કારણે તેઓ તણાવમુક્ત રહેવા માટે પરિવાર અને સમાજના યુવાનો સાથે થોડો થોડો સમય વીતાવતા હતા. મૃતકને છાતીમાં દુખાવાની ફરિયાદ થતા તેમણે બૂમો પાડી અને પાડોશના પરિવારને આ વિશે જાણ થતા તેઓ અશોકને નજીકની હોસ્પિટલમાં લઇ ગયા હતા અને સમાજના લોકોને જાણ કરાતા તેઓ પણ દોડી આવ્યા હતા.

Image source

મૃતક માસૂમ બાળકને તેમના વતનમાં માતા-પિતા અને ભાઇ ભાભી સાથે ઉછેર માટે મૂકીને આવ્યો હતો. હાલ તો કામરેજ પોલીસ પોસ્ટમોર્ટમ કરાવી મોતનું કારણ જાણવાનો પ્રયાસ કરી રહી છે. પીએમ કરનાર ડોક્ટરનું કહેવુ છે કે, અશોક ની હોજરીમાંથી કંઇ મળી આવ્યુ નથી અને એટેક આવ્યો એવા પણ કોઇ ચિન્હો મળી આવ્યા નથી. જેથી તમામ સેમ્પલ લઈ લેબમાં તપાસ માટે મોકલવામાં આવ્યાં છે.

Shah Jina