ખબર

સુરતમાં પ્રેમી સાથે રંગરેલિયા મનાવ્યા બાદ હોસ્ટેલની 18 વર્ષની કુંવારી વિદ્યાર્થીની થઈ ગર્ભવતી, હોસ્ટેલના બાથરૂમમાં જઈને બાળક સાથે કરી ભયંકર હરકત- જાણીને રૂંવાટી ઉભી થઇ જશે

ગુજરાતની અંદર છેલ્લા ઘણા સમયથી નવજાત બાળકોને ત્યજી દેવાના કિસ્સાઓ સતત સામે આવી રહ્યા છે, ઘણીવાર અવૈધ સંબંધોના કારણે બાળકોનો જન્મ થાય છે અને જન્મ બાદ બાળકોને તરછોડી દેવામાં આવે છે, ઘણીવાર નાની ઉંમરની છોકરીઓ પણ પ્રેમ સંબંધોમાં હદથી આગળ વધી જાય છે અને પછી ગર્ભવતી બનતા જ બાળકને જન્મ આપી તરછોડી દેતી હોય છે.

ત્યારે હાલ એવો જ એક મામલો સુરતમાંથી સામે આવ્યો છે, જ્યાં સુરતના સગરામપુરામાં આવેલી જૂની મહાવીર નર્સીંગ હોસ્પિટલની હોસ્ટેલની અંદર ગત મોડી રાત્રે કાળા કલરની પ્લાસ્ટિકની બેગમાં એક મૃત બાળક મળી આવ્યું હતું જેના બાદ હોસ્ટેલની વિધાર્થીનીઓ પણ ચોંકી ઉઠી હતી.

(પ્રતીકાત્મક તસવીર)

આ ઘટનાને લઈને વિધાર્થિનીઓએ તાત્કાલિક હોસ્ટેલના આચાર્યને જાણ કરી હતી, જેના બાદ તપાસ કરતા બાળક મૃત મળી આવ્યું હતું, આ મામલામાં વોર્ડને તપાસ કરતા તેમને જણાવા મળ્યું હતું કે હોસ્ટેલમાં રહેતી એક વિધાર્થીનીને એક યુવક સાથે પ્રેમ સંબંધો હતા જેના કારણે તેમનો સંબંધ પણ ખુબ આગળ વધી ગયો હતો.

(પ્રતીકાત્મક તસવીર)

આ સંબંધોના કારણે યુવતીને 8 માસનો ગર્ભ પણ રહી ગયો હતો અને તેને એબોર્શન માટે દવાઓ પણ લીધી હતી, પરંતુ તેના પેટમાં ગર્ભ રહી ગયો અને 8માં માસે વિદ્યાર્થીનીને દુખાવો ઉપડતા જ તેને હોસ્ટેલના બાથરૂમમાં જ મૃત બાળકને જન્મ આપ્યો હતો, આ ઘટના સામે આવતા જ આખી હોસ્ટેલમાં ઉહાપોહ મચી જવા પામ્યો હતો.

(પ્રતીકાત્મક તસવીર)

આ મામલામાં પ્રિન્સિપાલ દ્વારા પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી. જેના બાદ પોલીસે તપાસ પણ શરૂ કરી હતી, જેમાં 21 વર્ષની વિધાર્થીનીએ પોતાનું પાપ છુપાવવા માટે કર્યું હોવાનું સામે આવ્યું હતું, તમને જણાવી દઈએ કે જૂની મહાવીર હોસ્પિટલના 7માં અને 8માં મળે નર્સીંગ સ્કૂલની હોસ્ટેલ આવેલી છે અને આ હોસ્ટેલમાં નરસીંગમાં ભણતી વિધાર્થીની રહે છે.