સુરતમાં બહેનના ભાઇઓએ તેના પ્રેમીની કરી નાંખી હત્યા, કારણ વાંચીને કહેજો સારું કર્યું કે ખરાબ

ગુજરાતમાંથી અવાર નવાર હત્યાના કિસ્સાઓ સામે આવે છે, જેમાં કેટલીકવાર અંગત અદાવત તો કેટલીકવાર પ્રેમ સંબંધ કે પછી વહેમ હત્યાનું કારણ બનતુ હોય છે. ત્યારે હાલમાં જ બે દિવસ પહેલા સુરતમાંથી એક હત્યાની વારદાત સામે આવી હતી. જેમાં રુદરપુરા પોલીસલાઈન વિસ્તારમાં બે સગા ભાઈ પર ચપ્પુથી જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો અને આ હુમલામાં સારવાર દરમિયાન એકનું મોત નીપજ્યું હતુ. આ મામલામાં હતુ એવું કે, યુવતી સાથે પ્રેમસંબંધ રાખી લગ્ન તૂટી જતાં યુવતીના ભાઈઓએ બહેનના પ્રેમી પર હુમલો કર્યો હતો.

તસવીર સૌજન્ય : દિવ્ય ભાસ્કર

જેમાં પ્રેમીના ભાઈનું મોત નિપજ્યુ હતુ. ઘટનાની જાણ થતા પોલીસે હત્યાનો ગુનો તપાસ શરૂ કરી હતી અને હત્યા કરનાર બે યુવકોની ધરપકડ કરી હતી.સુરતના નાનપુરા વિસ્તારમાં આવેલ રૂદ્રપુરા પોલીસલાઈન વિસ્તારમાં રહેતા બે સગા ભાઈઓ પર જીવલેણ હુમલો થયાની ઘટના સામે આવતા ચકચાર મચી ગઇ હતી. જે બાદ પોલીસે તાત્કાલિક દોડી જઇ આ બાબતે તપાસ કરી ગુનો દાખલ કર્યો હતો. પોલિસને એવું જાણવા મળ્યુ હતુ કે, જે હુમલાખોરો હતા તે ઇમરાન મુલ્લા, સાહિલ મુલ્લા અને હબીબ ઇસ્માઇલ શેખ હતા.

તસવીર સૌજન્ય : દિવ્ય ભાસ્કર

આરોપીઓએ જાહેરમાં ચપ્પુ વડે હુમલો કર્યો હતો. જો કે, હુમલાની ઘટનામાં બે ભાઈઓ પૈકી એક માવીયા મહમદ હબીબ કચ્છીનું મોત થયું હતું અને યામીન કચ્છી સારવાર હેઠળ છે. પ્રાપ્ત માહિતી અનુસાર,માવીયા કચ્છીના પ્રેમ સંબંધો હુમલાખોરોની બહેન સાથે હતા અને આને લીધે યુવતીનું ઘર તૂટી ગયુ હતુ. જે બાબતે અદાવત રાખી આરોપીઓએ બંને ભાઇઓ પર હુમલો કર્યો હતો. ત્યારે આ મામલે પોલીસે હત્યાનો ગુનો નોંધી બે લોકોની ધરપકડ કરી હતી. પોલીસ તપાસમાં એ જાણવા મળ્યું હતું કે પ્રેમસંબંધમાં યુવતીનું લગ્નજીવન તૂટી ગયુ હતુ.

તસવીર સૌજન્ય : ન્યુઝ18 ગુજરાતી

હબીબ ઈસ્માઈલ શેખની બહેન તેના પતિ સાથે રહેતી હતી. જો કે માવિયા મોહમ્મદ હબીબ કચ્છી સાથે તેનો પ્રેમસંબંધ હતો. જેને પગલે હબીબ શેખની બહેન પતિને છોડી ઘરે આવી ગઈ હતી. આ વાતની જ અદાવત રાખી બહેનનું લગ્ન જીવન તોડાવી નાખ્યું હોવાનું માનીને બહેનના પ્રેમીને ઝઘડો કરવા બોલાવ્યો અને આ દરમિયાન હબીબ ઈસ્માઈલ શેખે તેના અન્ય બે ભાઈ ઇમરાન મુલ્લા અને સાહિલ મુલ્લાને સાથે રાખી માવિયા મોહમ્મદને બોલાવી તેની સાથે ગાળાગાળી કરી.

તસવીર સૌજન્ય : દિવ્ય ભાસ્કર

આ દરમિયાન આ ઝઘડામાં માવિયા મોહમ્મદ કચ્છીનો ભાઈ યામીન કચ્છી વચ્ચે પડ્યો અને હબીબ શેખ અને સાહિલ મુલ્લા દ્વારા ચપ્પુ વડે હુમલો કરવામાં આવ્યો. બંને ભાઈઓને ગંભીર ઇજાને પગલે સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા અને ત્યાં સારવાર દરમિયાન યામીન કચ્છીનું મોત નીપજ્યું હતુ.

Shah Jina