માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો : પિતાએ છોકરી પાસેથી લઇ લીધો મોબાઇલ, પરત ન મળતા એવું પગલુ ઉઠાવ્યુ કે જાણીને આંચકો લાગશે

આજકાલ તો મોબાઇલ વગર લોકો માટે થોડીવાર રહેવુ પણ મુશ્કેલ બની ગયુ છે, તેવામાં કોરોના કાળને કારણે ઘણા સમયથી બાળકો ઘરે છે અને તેમને મોબાઇલની આ દરમિયાન ઘણી આદત થઇ ગઇ છે. ત્યારે હવે તો ભણવાનું પણ ઓનલાઇન થઇ ગયુ છે એટલે માતા-પિતા પણ બાળકોને મોબાઇલ આપતા હોય છે. ત્યારે હાલમાં એક એવી ઘટના સામે આવી છે, જેમાં એક 16 વર્ષની વિદ્યાર્થીનીએ સામાન્ય વાતને લઇને પોતાનું જીવન ટૂંકાવી લીધુ.

આ ઘટના સુરતની છે, જયાં વેડરોડ વિસ્તારમાં આનંદ પાર્ક સોસાયટીમાં એક વિદ્યાર્થીનીએ આપઘાત કરી લેતા પરિવારમાં શોકનો માહોલ છવાઇ ગયો છે. આ આપઘાત પાછળ એ કારણ છે કે પિતાએ તેની પાસેથી મોબાઇલ લઇ લીધો હતો અને તે પરત ન મળતા છોકરીએ આવું પગલુ ભર્યુ હતુ.

પોલિસે આ ઘટના વિશે જણાવ્યુ કે, આ ઘટના ગઇકાલે બપોરની છે. 16 વર્ષિય ખુશ્બુ ક્રિપાશંકર ઉપાધ્ય ધોરણ 11માં ભણતી હતી. તેની લાશ ઘરમાં પંખા સાથે લટકેલી હાલતમાં મળી આવી હતી. પરિવાર દ્વારા તેને તાત્કાલિક સ્મીમેર હોસ્પિટલ લઇ જવામાં આવી હતી જયાં તેને મૃત જાહેર કરાઇ હતી.

ખુશ્બુને એક નાનો ભાઇ પણ છે. તેના પિતાએ તેની પાસેથી મોબાઇલ લઇ લીધો હતો અને તે પરત આપ્યો ન હતો, જે વાતથી તેને ખોટુ લાગતા તેણે આપઘાત કરી લીધો હતો. હાલ તો આ પ્રાથમિક કારણ સામે આવ્યુ છે, તેમજ પોલિસ હાલ આ સમગ્ર મામલાની તપાસ કરી રહી છે.

Shah Jina