ખબર

સુરતમાં 15 વર્ષની નાની દીકરી ખુબ હતાશ રહેતી હતી, જયારે મમ્મીએ પૂછ્યું તો પગ નીચેથી જમીન ખસી ગઈ

સુરતના વરાછા વિસ્તારમાં રહેતી સગીરાને રત્નકલાકાર યુવાને પ્રેમજાળમાં ફસાવી હતી. જે બાદ તેને ફરવા જવાનું કહીને તેના સંબંધીના ઘરે લઇ ગયો હતો. જ્યાં તેણે સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હતું અને તેના ફોટા પાડી લીધા હતા.

પ્રતિકાત્મક તસવીર

સુરતના વરાછા વિસ્તારમાં રહેતી 15 વર્ષીય કિશોરી અને તેની જ સામેના મકાનમાં રહેતો રત્ન કલાકાર ગૌતમ કિશોરી એકલી હોઈ તે સમયે કિશોરી સાથે મીઠી મીઠી વાતો કરી તેને પહેલાં તો પ્રેમજાળમાં ફસાવી હતી. અને ત્યારબાદ ઊંચા ઊંચા સપનાં દેખાડી તેને ફરવાના બહાને બાઈક પર બેસાડી તેના પરિજનના ઘરમાં લઇ ગયો હતો.

પ્રતિકાત્મક તસવીર

કિશોરીને પ્રેમની વાતો કરી તેની સાથે મરજી વિરૂદ્ધ શારીરિક સંબંધ બાંધ્યો હતો. તેણે કિશોરીના બીભત્સ વીડિયો તેના મોબાઈલમાં ઉતારી લીધા હતા. આ યુવાન તેને વાયરલ કરવાના નામે બ્લેકમેઇલ કરતો હતો. જે બાદ તરૂણી સાથે અનેક વખત દુસ્કર્મ આચર્યુ હતું. તરૂણીએ આ જાણકારી આપતાની સાથે પરિવારના પગ નીચેથી જમીન ખસી ગઈ હતી.