સુરતમાં 13 વર્ષની કિશોરીએ માતા પિતાના ગયા બાદ પ્રેમીને મળવા બોલાવ્યો, પાડોશી જોઈ ગયા તો ઉઠાવ્યું ભયાનક પગલું

સુરતમાં મમ્મી પપ્પાની ગેરહાજરીમાં 13 વર્ષની દીકરીએ પ્રેમીને ઘરે બોળવ્યો અને પાડોશીએ બંનેને જોઈ લીધા તો ઉઠાવ્યું ખોફનાક પગલું

હાલમાં રાજયભરમાંથી આપઘાતના કિસ્સાઓમાં ઘણો વધારો જોવા મળી રહ્યો છે. કયારેક કોઇ માનસિક ત્રાસને લઇને આપઘાત કરે છે તો કયારેક પ્રેમમાં કોઇ જીવન ટૂંકાવી લેતુ હોય છે, પરંતુ હાલમાં એક અલગ જ કિસ્સો સામે આવી રહ્યો છે.એક 13 વર્ષની ધોરણ 9માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીને માતા-પિતાની ગેરહાજરીમાં ઘરે મળવા માટે તેનો પ્રેમી આવ્યો હતો અને તેની જાણ પાડોશીને થઇ ગઇ હતી, પાડોશી જોઈ ગયા બાદ પ્રેમ સંબંધની જાણ માતા પિતાને થઈ જવાના ડરને કારણે 13 વર્ષિય વિદ્યાર્થીનીએ ગળે ફઆંસો ખાઇ જીવન ટૂંકાવી લીધુ છે.

સુરતના અમરોલી વિસ્તારમાં ધોરણ 9માં અભ્યાસ કરતી 13 વર્ષીય સગીરાએ આપઘાત કરી લેતા સમગ્ર પરિવાર અને વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. માતા-પિતાની ગેરહાજરીમાં મળવા બોલાવેલા પ્રેમી સાથે પાડોશીઓ જોઇ જતાં સંબંધની જાણ માતા પિતાને થઇ જવાના ડરને કારણે સગીરાએ આપઘાત કરી લીધો હતો.

ઘટનાની જાણ થતા જ પોલિસ ઘટના સ્થળે દોડી આવી હતી અને આ મામલે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. સગીરાના માતા પિતા નોકરી પર ગયા હતા અને મોટી બહેન પણ કામ માટે બહાર હતી ત્યારે સગીરાએ તેના પ્રેમીને મળવા બોલાવ્યો હતો અને આ સમયે તે જયારે ઘરે આવ્યો ત્યારે આસપાસની મહિલાઓને જાણ થતા આ સંબંધ વિશે માતા પિતાને ખબર પડી જશે તે બીકના કારણે તેણે ઘરમાં જ ગળે ફાંસો ખાઇ આતમહત્યા કરી લીધી હતી.

સુરતના અમરોલી વિસ્તારમાં જુના કોસાડ રોડ પર આવેલી હરિસિદ્ધિ સોસાયટીમાં શ્યામ કુટીર એપાર્ટમેન્ટ્સ ત્રીજા માળે રહેતી સગીરાએ ઘરમાં પંખા પર દુપટ્ટો બાંધી ગળેફાંસો ખાઈ લીધો હતો. જોકે, સગીરાએ પાડોશીને આ અંગે માતા-પિતાને ન જાણ ન કરવા માટે પણ કહ્યુ હતુ. આમ છતાં પણ તે ડરી ગઇ હતી કે, તેઓ તેના પરિવારને જાણ કરી દેશે.

Shah Jina