સુરત : ઇન્સ્ટાગ્રામ પર ધોરણ-8ની વિદ્યાર્થીની સાથે યુવકે મિત્રતા કરી અને પછી આચર્યુ દુષ્કર્મ

દીકરીઓને બચાવજો આવા નારધામોથી : 13 વર્ષની દીકરીને ઇન્સ્ટાગ્રામ થકી ફસાવી દુષ્કર્મ આચર્યું, ફોટા પાડી વારંવાર ઇજ્જત લૂટી, 3 હેવાનોની ધરપકડ

હવેથી રોજ તમારું દૈનિક રાશિફળ, મજેદાર જોક્સ, સુવિચાર તથા લેટેસ્ટ ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ચેનલમાં

Surat News : ગુજરાતમાંથી ઘણીવાર સગીરાઓ, યુવતિઓ કે પછી મહિલાઓ સાથે દુષ્કર્મની ઘટના સામે આવે છે, ત્યારે હાલમાં સુરતમાંથી આવી ઘટના સામે આવી છે. ઇન્સ્ટાગ્રામથી સંપર્કમાં આવેલ યુવક અને તેના મિત્રએ ધોરણ 8ની સગીર વિદ્યાર્થિની પર દુષ્કર્મ ગુજાર્યું. આ ઉપરાંત આરોપીઓના અન્ય એક મિત્ર દ્વારા પણ સગીરાના બીભત્સ ફોટા મોબાઈલમાં હોવાની વાત કરી દુષ્કર્મ ગુજારવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

ઇન્સ્ટાગ્રામની મિત્રતા ભારે પડી!
આ ઘટના સુરતના ચોક બજાર પોલીસ મથકની હદમાં બની હતી. મૂળ બોટાદના 35 વર્ષિય વ્યક્તિની દીકરી કે જે ધોરણ 8માં અભ્યાસ કરે છે અને 13 વર્ષની છે તેનો સંપર્ક ઇન્સ્ટાગ્રામ મારફતે અભય બોરડ સાથે થયો અને પછી બંને વચ્ચે મોબાઈલ નંબરની આપ લે થઈ. બંને વચ્ચે મિત્રતા કેળવાતા વોટ્સએપ દ્વારા ચેટ પણ થઇ.

ત્યારે અભય ફરવા લઈ જવાના બહાને સગીર વિદ્યાર્થીનીને પોતાની સાથે લઈ ગયો અને વી.આર.મોલ નજીક આવેલ અવાવરું જગ્યાએ એક મકાનમાં લઈ જઈ બળજબરીપૂર્વક શરીરસંબંધ બાંધ્યો. જો કે, તે તેણે તેના મિત્રને પણ ફોન કરી ત્યાં બોલાવ્યો અને તે મિત્રએ પણ સગીરા પર દુષ્કર્મ આચર્યું.

સુરતમાં યુવકે સગીરા પર દુષ્કર્મ આચરી મિત્રોને સોંપી

એટલું નહીં, યુવકના ત્રીજા મિત્રએ પણ સગીરા પાસે 500 રૂપિયાની માંગણી કરી અને મોબાઇલમાં તેના બીભત્સ ફોટા હોવાની વાત કરી તેને બ્લેકમેઇલ કરી. તેણે પણ સગીરા પર દુષ્કર્મ આચરવાનો પ્રયત્ન કર્યો હતો. જ્યારે 19 સપ્ટેમ્બરે સગીરા ઘરે મોડે પહોંચી તો માતા-પિતાએ તેની પૂછપરછ કરતા મામલો બહાર આવ્યો.

પૂછપરછમાં સામે આવ્યુ કે સગીરા 10 મહિના પહેલા ઇન્સ્ટાગ્રામના માધ્યમથી અભય બોરડના સંપર્કમાં આવી હતી અને સગીરાને ફરવા લઈ જવાના બહાને તેણે બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યું. આ ઉપરાંત તેના બે મિત્રોએ પણ સગીરાની મજબૂરીનો લાભ ઉઠાવ્યો અને તેમાંથી એકે દુષ્કર્મ આચર્યું.

3 હેવાનોની ધરપકડ
જ્યારે અન્ય એક મિત્રએ ફોટા વાયરલ કરવાની ધમકી આપી દુષ્કર્મનો પ્રયાસ કર્યો. દીકરીની વાત સાંભળી તો માતાના પગ નીચેથી જમીન જ સરકી ગઇ. ત્યારે આ અંગે ચોક બજાર પોલીસ પથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધ્યો અને મુખ્ય આરોપી અભય બોરડ સહિત ત્રણ લોકોની ધરપકડ કરી.

હવેથી રોજ તમારું દૈનિક રાશિફળ, મજેદાર જોક્સ, સુવિચાર તથા લેટેસ્ટ ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ચેનલમાં

Shah Jina