સુરત ફરી થયું શર્મસાર: લિફ્ટમાં 16 વર્ષના સગીરે 12 વર્ષની કિશોરીને બાહોમાં લઇ કર્યુ એવું કે ગણતરીમાં પોલીસે લીધું એક્શન

સુરત ડિંડોલીમાં વિદ્યાર્થીએ લિફ્ટમાં 12 વર્ષની સગીરા સાથે ગંદુ કામ કરવા લાગ્યો, CCTV જોઈને ઉડ્યા બધાના હોંશ

ગુજરાતમાંથી અવાર નવાર સગીર યુવતિઓ પર અત્યાચાર અને બળાત્કારની અનેક ઘટનાઓ સામે આવતી રહે છે. ઘણીવાર નાની સગીરા પર યુવકો દાનત બગાડી હવસ સંતોષતા હોય છે. ત્યારે સુરતમાંથી છેલ્લા ઘણા સમયથી ગુનાહિત પ્રવૃત્તિઓ વધી રહી છે. હાલમાં સુરતમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જેમાં એક 12 વર્ષની સગીરા સાથે લિફ્ટમાં એક યુવકે અડપલા કર્યા હતા. સુરતના ડીંડોલીના પેવેલિયન પ્લાઝામાંથી આ ઘટના સામે આવી છે.

Source: zeenews

પિતાની ઓફિસથી પરત ફરી રહેલી કિશોરી લિફ્ટમાં હતી ત્યારે એક 16 વર્ષના સગીરે દાનત બગાડી અને લિફ્ટમાં ઘૂસી દરવાજો બંધ થતા જ અડપલા કર્યા હતા. બાળકીનો ફ્લોર આવી ગયો હોવાને કારણે લિફ્ટ ખુલતા જ સગીરે ઉપરના માળનું બટન દબાવ્યુ. જે બાદ લિફ્ટ ઉપર ગઇ પરંતુ સગીરાએ સમયસૂચકતા દાખવી નજીકના ફ્લોરનું બટન દબાવ્યુ હતુ અને લિફ્ટનો દરવાજો ખુલ્યા બાદ સગીર ભાગી ગયો હતો.

જો કે, સગીરાએ આ વાતની જાણ તેના પિતાને કરી હતી અને ત્યાર બાદ લિફ્ટમાં લાગેલ સીસીટીવી કેમેરાની તપાસ કરી હતી જો કે પોલિસે ગણતરીના કલાકોમાં જ તેને શોધી કાર્યવાહી કરી હતી. આ ઘટના હાલ સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો વિષય બની છે.

Shah Jina