સંબંધોને શર્મશાર કરતો કિસ્સો : સુરતમાં સગી સાળી પર બનેવીએ આચર્યુ હતુ દુષ્કર્મ, બાદમાં સાળાને મોતને ઘાટ ઉતારી નાસી છૂટેલો આરોપી ઝડપાયો

રાજયભરમાંથી ઘણી ગુનાહિત પ્રવૃત્તિઓ સામે આવતી હોય છે, તેમાં સુરતમાંથી તો ઘણીવાર હત્યાના અને ચોરીના બનાવ સામે આવતા હોય છે. હાલમાં એક એવો કિસ્સો સામે આવ્યો છે, જેમાં એક બનેવીએ તેની સગી સાળી સાથે દુષ્કર્મ આચર્યુ હતુ અને તે બાદ તેને આજીવન કેદની સજા થઇ હતી. આ બાદ તે જેલમાંથી પેરોલ પર છૂટી આવ્યો હતો અને  તે બાદ તેણે તેના નાના સાળાનું અપહરણ કર્યુ હતુ. ઘટનાની જાણ થતા જ ક્રાઇમ બ્રાંચના અધિકારીઓએ જુદી જુદી ટીમ બનાવી હતી અને તે બાદ સાળાને શોધી કાઢવા તપાસ શરૂ કરી હતી.

જો કે, આરોપીએ તેના સાળાની હત્યા કરી દીધી અને તે બાદ તે પોલિસની પકડથી બચવા નાસી છૂટ્યો હતો. સુરત ક્રાઇમ બ્રાંચે આ મામલે ફરાર આરોપીની ધરપકડ કરી છે. આ કિસ્સો સુરતના ખટોદરા વિસ્તારનો છે. સુરતના ખટોદરામાં આવેલ પનાસ ગામે રહેતા સંતોષ ઠાકુરના 11 વર્ષિય ભાઇનું 22 જુલાઇના રોજ અપહરણ થયુ હતુ અને તે બાદ પરિજનોએ આ અંગે ખટોદરા પોલિસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. 11 વર્ષિય બાળકનું નામ અંશ છે. અંશની હત્યા તેના બનેવી ડબલુસિંઘ દ્વારા કરવામાં આવી હતી.

પોલિસે તેના વિરૂદ્ધ હત્યાનો ગુનો નોંધ્યો હતો અને તેને ઝડપી પાડવાની કાર્યવાહી હાથ ધરી હતી, પરંતુ તે સુરત છોડી ભાગી ગયો હતો. સુરત ક્રાઇમ બ્રાંચે બિહારના બાકાં જિલ્લામાં આવેલ એક ગામથી આરોપીને ઝડપી પાડ્યો હતો. આરોપી પર તેની સગી સાળી સાથે દુષ્કર્મનો આરોપ છે. તે લાજપોર જેલમાંથી પેરોલ પર બહાર આવ્યો હતો. સુરત કોર્ટે આરોપી ડબલુસિંઘને આજીવન કેદની સજા ફટકારી હતી. તે 22 જુલાઇના રોજ પેરોલ પર બહા આવી તેના સાસરે ગયો હતો અને આ કેસમાં સમાધાન કરવા દબાણ કરી રહ્યો હતો.

તેની સાળીએ તેને તેને પોલિસના હવાલે કરી દેવાની ધમકી આપી ઘરેથી બહાર નીકાળી દીધો હતો. તે બાદ આરોપીએ 11 વર્ષિય સાળા અંશને ડુમસ ફરવા લઇ જવાની લાલચ આપી અને હત્યા કરી દીધી. અંશને ઝાડીઓમાં અવાવરુ જગ્યાએ લઇ ગળે ટૂંપો આપી તેની હત્યા કરી દીધી અને ટ્રકમાં બેસી તે ફરાર થઇ ગયો હતો.

Shah Jina