ધારા કડીવાર હત્યા કેસમાં વાટાવચ્છની સીમમાં આરોપી સુરજ ભુવાને સાથે રાખી કરાયું ઘટનાનું રિ-કન્સ્ટ્રક્શન

‘બતાવ કેવી રીતે મારી હતી છોકરીને?’સુરેન્દ્રનગરમાં ધતિંગને સાથે રાખી કરાયું ઘટનાનું રિ-કન્સ્ટ્રક્શન, જુઓ દોઢ વર્ષ પહેલા શું બન્યું હતું

હાલમાં અમદાવાદનો ધારા હત્યા કેસ ઘણો ચર્ચા જગાવી રહ્યો છે, કારણ કે આ હત્યા કેસ કોઇ ફિલ્મી સ્ટોરીને ટક્કર મારે તેવો છે. આ હત્યા કેસનો મામલો પોલિસ દ્વારા એક વર્ષે ઉકેલાયો છે અને આ મામલે 8 આરોપીઓની ધરપકડ પણ કરાઇ છે, જેમાં એક મહિલા સામેલ છે. ત્યારે આરોપીઓની ધરપકડ બાદ પોલીસ દ્વારા આરોપીઓને સાથે રાખી ઘટનાનું રિ-કન્સ્ટ્રક્શન કરાયું છે. આરોપીઓને ઘટનાસ્થળે લઈ જઈ રિ-કન્સ્ટ્રક્શન કરાયું, જે અંતર્ગત આરોપી સૂરજ ભુવાને રિ-કન્સ્ટ્રક્શન માટે સુરેન્દ્રનગર લઈ જવાયો હતો.

જણાવી દઇએ કે, આ કેસનો મુખ્ય આરોપી સૂરજ ભુવા સહિત અન્ય આરોપીઓ છે 4 દિવસના રિમાન્ડ હેઠળ છે. ઝોન-7ના DCP બી.યુ જાડેજા અનુસાર, સમગ્ર રાજ્યમાં હાલમાં ગુમ થયેલ જે મહિલાઓ છે તેમને શોધવા ડ્રાઈવ ચાલી રહી છે અને આ ઝૂંબેશના ભાગરૂપે જ પાલડી પોલીસ સ્ટેશનમાં છેલ્લા કેટલાક સમયથી અમદાવાદ ખાતે રહેતી અને મૂળ જૂનાગઢની ધારા કડીવાર નામની યુવતીની ગુમ થયાની ફરિયાદ નોંધાઈ હતી. ધારા કે જે છેલ્લા એકાદ વર્ષથી ગુમ હતી અને આ બાબતની ગંભીરતા જોઇ તપાસ હાથ ધરવામાં આવી.

ત્યારે છેલ્લા પંદરેક દિવસથી સઘન તપાસને આધારે આ ઘટનાનો ભેદ ઉકેલવામાં આવ્યો. 19 જૂન 2022ના રોજ ધારા જૂનાગઢના પોતાના ઘરેથી નીકળી હતી અને તે બાદ ધારાને લઇને સુરજ ભુવાજી ઉર્ફે સુરજ સોલંકી અને તેનો મિત્ર મીત શાહ કારમાં અમદાવાદ આવવા રવાના થયા હતા. પહેલા તો એવું નિવેદન આપવામાં આવ્યુ હતુ કે મીત શાહના અમદાવાદના ઘરે તેઓ આવ્યા હતા અને બીજા દિવસે ધારા કોઈને કંઇ પણ કહ્યા વગર મીતના ઘરેથી નીકળી ગઈ હતી.

સુરજે પોલીસને જણાવ્યું હતું કે, ધારા તેનો સામાન લઈ મીતના ઘરેથી ચાલી ગઈ હતી, અને વોટ્સએપ પર મેસેજ કરીને કહ્યું હતું કે, મને શોધવાની કોશિશ ન કરતા હું તમારા જીવનમાંથી હંમેશા માટે જાવ છું અને પોલીસના લફડામાં પણ પડતા નહીં.આ ઘટનાના એકાદ મહિના બાદ ધારાના ભાઈએ જાણવાજોગ અરજી કરી કે, મારી બહેન છેલ્લે સુરજ ભુવાજીની સાથે નીકળી હતી, જે ગુમ થઈ ગઈ છે અને તેનો કોઈ અતો-પતો નથી. બસ ત્યારથી પાલડી પોલીસ આ બાબતની તપાસ કરી રહી હતી પણ આ કેસ મામલે પોલિસને એક વર્ષે સફળતા મળી.

પોલિસની તપાસમાં સામે આવ્યું કે, 19 જૂનના રોજ ધારા, સુરજ અને મીત સાથે નીકળી હતી અને તેમણે રાત્રે ચોટીલા ખાતે ભોજન કર્યું હતું. તે પછી ધારાને ફોસલાવી સુરજ અને મીત ચોટીલાની બાજુમાં આવેલા સુરજ સોલંકીના મૂળ ગામ વાટાવચ્છ ખાતે લઈ ગયા અને ગામની સીમમાં સુરજના ભાઈ યુવરાજ અને મિત્ર ગુંજન જોશીએ ધારા સાથે બોલાચાલી કરી. તે પછી કારની પાછળની શીટમાં બેઠેલા મીતે ધારાનું ગળુ દબાવી હત્યા કરી અને ધારાનો મૃતદેહ સળગાવી દીધો.

જે પછી મીતની માતાને ધારાને કપડા પહેરાવી ફરાવવામાં આવી. આ પહેલા સુરજ ભુવા સામે આ યુવતીએ દુષ્કર્મની ફરિયાદ પણ નોંધાવી હતી અને એવું કહેવાઇ રહ્યુ છે કે દુષ્કર્મની વાત છુપાવવા યુવતીની હત્યા કરવામાં આવી અને પછી યુવતી ફરાર થઈ ગઈ હોય તેવો ઘટનાક્રમ ઉભો કરાયો. મિતની માતાને ધારાના કપડા પહેરાવી પાલડીમાં ફેરવામાં આવી કારણ કે લોકોને એમ લાગે કે આ એજ યુવતી છે અને તે ભાગી ગઈ છે.

Shah Jina