જૂનાગઢના ભૂવાએ વારંવાર સુખ માણી યુવતીને બનાવી દીધી ગર્ભવતી, હવે ભૂવો આવ્યો સામે, શું કર્યો મોટો ખુલાસો?

હાલમાં જ બોલિવુડ અભિનેત્રી યામી ગૌતમની એક ફિલ્મ આવી છે, જેનું નામ અ થર્સ ડે છે. આ ફિલ્મમાં યામી ગૌતમને એક ટીચર તરીકે બતાવામાં આવી છે, તે લીડ રોલમાં છે જયારે યામી 16 જેટલા બાળકોને કિડનેપ કરે છે અને ત્યાર બાદ ફિલ્મની કહાની શરૂ થાય છે.

અંત સુધીમાં દર્શકો સુધી એક સંદેશ પહોંચે છે કે કઇ રીતે આપણા દેશમાં અનેક બળાત્કાર પીડિત બાળકી, યુવતી કે પછી મહિલાઓને ન્યાય નથી મળી રહ્યો ત્યારે ન્યાય મેળવવા પીડિતોને ઘણુ કરવું પડતુ હોય છે. હાલ આવો જ એક કિસ્સો સામે આવ્યો છે, જે રાજકોટનો છે.

એક મહિલાએ રાજકોટના મહિલા પોલીસ સ્ટેશને પહોંચી ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો છે. આ યુવતિને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. સો.મીડિયામાં આ યુવતિએ અંતિમ નોટ પણ મૂકી છે, જેમાં તેણે સુરજ સોલંકી નામના ભુવાનો ઉલ્લેખ કર્યો છે.

તેણે આ નોટમાં એવો ઉલ્લેખ કર્યો છે કે સરજ સોલંકી નામના ભુવાએ તેને ગર્ભવતી બનાવી તે બાદ ગર્ભપાત પણ કરાવ્યો હતો. આ ઉપરાંત સુરજ સોલંકી સિવાય સંજય અને ગુંજન જોશી કે જે સુરજના બે મિત્રો છે તે વારંવાર પરેશાન કરતા હોવાનો પણ ઉલ્લેખ કર્યો છે.

રાજકોટમાંથી ઘણીવાર મહિલાઓ પર અત્યાચાર અને દુષ્કર્મના કિસ્સા સામે આવતા રહે છે. ત્યારે વધુ એક કિસ્સો નોંધાતા ચકચાર મચી જવા પામી છે. જૂનાગઢની યુવતિએ રાજકોટ પોલિસ મહિલા સ્ટેશને જઇ ઝેરી દવા ગટગટાવી હતી. સુરજ સોલંકીએ આ યુવતિ પર 10 મહિના સુધી દુષ્કર્મ આચર્યુ હતુ. આ ઘટનામાં યુવતિએ સો.મીડિયા પર પોસ્ટ પણ મૂકી હતી.

એટલું જ નહિ યુવતિએ સુરજ સોલંકીના મિત્ર સંજય સોહિયાનો ઉલ્લેખ કરી તેને અમદાવાદ આશ્રમ રોડ સર્કલ મજીક ગાડીમાં બેસાડી માર મારી અને ગાડીમાંથી ફેકી હોવાનો પણ ઉલ્લેખ કર્યો હતો. યુવતિએ જે પોસ્ટ મૂકી હતી તેમાં તેણે જણાવ્યુ હતુ કે, તે 10 મહિના પહેલા સુરજ લાખાભાઈ સોલંકી નામના ભૂવા પાસે ગઈ હતી. ત્યારે ભૂવા તરીકે જાણીતા સુરજ સોલંકીએ તેનો પર્સનલ મોબાઈલ નંબર યુવતિને આપ્યો હતો.

થોડા સમય સુધી વાતચીત બાદ લગ્નનું વચન પણ સુરજ સોલંકીએ યુવતિને આપ્યું હતું, અને ખોટી રીતે ભ્રમિત કરીને 10 મહિના સુધી તેનું શોષણ કર્યું હતું. આ સમય દરમિયાન તે યવતિ ગર્ભવતી થઈ ગઇ હતી, અને આ વાતની જાણ સૂરજને થતા તેણે યુવતિને કોઇક દવા આપી હતી અને ગર્ભપાત કરાવ્યો હતો અને છેલ્લાં 1 મહિનાથી તે યુવતિને મૂકીને ચાલ્યો ગયો હતો.

યુવતીએ રાજકોટ શહેરની સિવિલ હૉસ્પિટલ ખાતે પ્રાથમિક સારવાર મેળવ્યા બાદ જૂનાગઢ ખાતે સુરજ ભૂવાજી વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. સમગ્ર ઘટનાને ત્રણ દિવસ જેટલો સમય વીતી ચૂક્યો છે. દુષ્કર્મની ફરિયાદ નોંધાતાની સાથે જ જૂનાગઢ પોલીસે આરોપી સુરજ ભૂવાજીની શોધખોળ શરૂ કરી હતી. બીજી તરફ શનિવારના રોજ 10 વાગ્યાના અરસામાં સુરજ ભૂવાજીનો એક વીડિયો Instagram પર અપલોડ કરવામાં આવ્યો છે.

તેણે વધુમાં પોસ્ટમાં લખ્યુ હતુ કે, સુરજ સોલંકીએ તેને પત્ની બનાવીને સો.મીડિયામાં તસવીરો વાયરલ કરી દીધી હતી અને ત્યારબાદ આ યુવતિ સુરજને મનાવવા અમદાવાદ આવી પહોંચી હતી. જયાં તેના મિત્રએ આશ્રમ રોડ સર્કલ પર યુવતિને ગાડીમાં બેસાડી માર માર્યો હતો અને તેને ગાડીમાંથી ફેંકી દીધી હતી. આ ઉપરાંત સુરજ સોલંકીનો બીજો મિત્ર જેનું નામ ગુંજન જોશી છે કે સો.મીડિયામાં લાઇવ થઇ યુવતિને બદનામ કરે છે.

આજથી લગભગ ત્રણેક દિવસ પહેલા જૂનાઢની એક યુવતિ રાજકોટ મહિલા પોલિસ સ્ટેશનમાં ઝેરી દવા પી આપી હતી અને તેણે સુરજ સોલંકી નામના ભુવાજી વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. તેને પોલિસે તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ પણ ખસેડી હતી. આ યુવતિએ સુરજ સોલંકી પર આક્ષેપ કર્યો હતો કે સુરજે દસેક મહિના સુધી તેના પર દુષ્કર્મ આચર્યુ હતુ. ત્યારે હવે આ ફરિયાદ બાદ સુરજ સોલંકીએ પોતાનો બચાવ પક્ષ રજૂ કર્યો છે. તેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થઇ રહ્યો છે.

આ વીડિયોમાં સુરજ સોલંકી જણાવી રહ્યો છે કે તેને સો.મીડિયામાં બદનામ કરવાનું કાવતરુ ચાલી રહ્યુ છે અને તેના વિરુદ્ધ જે ફરિયાદ કરવામાં આવી છે તે ખોટી છે. જેણે તેના વિરૂદ્ધ ફરિયાદ કરી છે તેની સાથે સુરજના સંબંધ પણ સારા હતા. તેણે સુરજનો ગેર ઉપયોગ કર્યો છે. તેણે માનસિક રીતે સૂરજને ભાંગી નાખ્યો છે. ત્યારે સુરજ વીડિયોમાં કહી રહ્યો છે કે તેયુવતિ ઘણી વખત તેની પાસે અલગ અલગ માંગ કરતી હતી.

તેણે વધુમાં જણાવ્યુ કે, મેં તેની અનેક ડિમાન્ડ પૂરી પણ કરી છે. માંગ ન સંતોષાતા તેણે મારી સાથે આ પ્રકારનું વર્તન અને ફરિયાદ કરી છે. જો કે, તેનાથી યુવતિની માંગ સંતોષાય તેમ ન હતી ત્યારે તેણે સુરજને ડાઇવોર્સ માટે મજબૂર કર્યો અને તેના પુરાવા પણ છે. સુરજે વીડિયોમાં કહ્યુ કે, મારી પાસે અવારનવાર પોતાની માંગ પૂરી કરાવવા તે પોતાના હાથમાં બ્લેડથી ચેકા મારતી અને મને બ્લેકમેઇલ કરતી હતી.

સૂરજે કહ્યુ કે, તેણે કહ્યું હતું કે, જો 25 લાખ રૂપિયા અને એક ફ્લેટ નહિ લઇ દે તો તે સુરજ વિરૂદ્ધ ખોટી ફરિયાદ કરશે અને તને ફસાવશે. સુરજે કહ્યુ કે, તે હાલ કેટલાક પુરાવા એકઠા કરી રહ્યો છે. પુરાવા એકઠા થયા બાદ સામે ચાલી તે પોલીસ સ્ટેશન પહોંચશે. ​​​​ઉલ્લેખનીય છે કે મહિલાએ દવા પીધા પહેલા પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં એક અંતિમ નોટ પણ અપલોડ કરી હતી. જેમાં તેણે સુરજ ભુવા અને તેના બંને મિત્રો પર આરોપ લગાવ્યો હતો.

Shah Jina