આપણા દેશમાં એવા ઘણા ચમત્કારિક મંદિરો આવેલા છે જેના ચમત્કારો આજે પણ એક રહસ્ય જ બનેલું છે, એ ઈશ્વરનો સાક્ષાત્કાર કહો કે કોઈ દૈવીશક્તિ. પરંતુ આ મંદિરોમાં કરોડો શ્રદ્ધાળુઓની આસ્થા જોડાયેલી છે.
આરાધના કરતા પહેલા ગણપતિ બાપાનું સ્મરણ કરવામાં આવે છે. ગણપતિ બાપાના પણ દેશભરમાં ઘણા મંદિરો છે અને આ મંદિરોમાં દર્શન માટે હજારો શ્રદ્ધાળુઓ જતા હોય છે. બાપા સૌની મમનોકામના પણ પૂર્ણ કરતા હોય છે. આજે અમે તમને એવા જ એક ચમત્કારિક મંદિર વિશે જણાવીશું જેનો મહિમા ખુબ જ વિશાળ છે.

આપણે આજે જે ગણપતિ બાપાના મંદિરની વાત કરીએ છીએ એવા ચમત્કારિક ગણેશજી જબલપુર રતનનગરનું સુપ્તશ્વર ગણેશ મંદિર છે. આ મંદિર ઇશ્લ પહાડી ઉપર સ્થિત છે, આ મંદિરની એક ખાસ વાત એ છે કે અહીંયા ગણપતિ બાપાની પ્રતિમા દિવસેને દિવસે વધી રહી છે, અને આજે આ સ્થાન ભક્તોની આસ્થાનું કેન્દ્ર બની ગયું છે.

સ્થાનિક લોકોનું કહેવું છે કે 28 વર્ષની અંદર આ પ્રતિમા 5 ફૂટથી વધારે વધી ગઈ છે. જયારે તેની સ્થાપના થઇ ત્યારે મૂર્તિ 20 ફૂટની હતી અને આજે 25 ફૂટ તો તેની પહોળાઈ 120 ફૂટ જેટલી થઇ ગઈ છે.

આ મંદિર વિષે એવી માન્યતા છે કે 1989માં એક સ્થાનિક વ્યક્તિને સ્વપ્નમાં ગણેશજી આવ્યા હતા અને તેમને કહ્યું હતું કે રતનનગરની ફાડીને તોડવામાં ના આવે અને ત્યાં મારી પ્રતિમા સ્થાપિત કરવામાં આવે. લોકોને જયારે આ વાત જાણવા મળી ત્યારે તમેને પર્વતપર ગણેજીની પ્રતિમા જોવા મળી, ત્યાર બાદ તેમને ત્યાં મૂર્તિની સ્થાપના કરી અને ભવ્ય રીતે પ્રાણ પ્રતિષ્ઠા પણ કરી.

આ વિશાલ પહાડી ઉપર એક ગુફા બનેલી છે, એવું માનવામાં આવે છે કે આ ગુફામાંથી જ સુપ્તેશ્વર ગણપતિજીનું પ્રાગટ્ય થયું હતું. આ મંદિરમાં દૂર દૂરથી શ્રદ્ધાળુઓ દર્શન કરવા માટે આવે છે, ભક્તોનું માનવું છે કે આ ભગવાન કલ્કિનો 10મોં અવતાર છે. ગણપતિ બાપા પોતાના ભક્તોની પૂર્ણ કરે છે અને ભક્તોને ચમત્કારના દર્શન પણ થાય છે.
જેમ જેમ આ પ્રતિમા મોટી થઇ રહી છે તેમ તેમ તેમાંથી ગણપતિજીના સૂંઢ અને કાનની આકૃતિ પણ બહાર આવી રહી છે. આ મંદિરમાં ગણેજીની નાની મૂર્તિ પણ રાખવામાં આવી છે.