ફૂલ જેવી દીકરીને ન્યાય અપાવવા લોકોની માંગ : આ છે 23 વર્ષની સુપ્રિયા, રહસ્યમય હાલતમાં મોત થઇ? હજી સુુધી નથી ખુલ્યુ રહસ્ય

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વીટર પર #JusticeForSupriya ટોપ ટ્રેંડ બનેલુ છે. સુપ્રિયાને ન્યાય અપાવવા માટે તેની બહેન મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણને પત્ર લખી ચૂકી છે. તે ઉપરાંત કેટલાક લોકો સુપ્રિયાને લઇને સતત ટ્વીટ કરી ન્યાય માંગી રહ્યા છે.

સુપ્રિયા તિવારી એમપીના અનૂપપુર જિલ્લાની રહેવાસી છે. 2 માર્ચ 2021ના રોજ સુપ્રિયા તિવારી સોમનાથ એક્સપ્રેસથી અમદાવાદથી ભોપાલ જઇ રહી હતી. તે સેકંડ એસીમાં સફર કરી રહી હતી. સુપ્રિયા બહેનના ઘરે ગઇ હતી. તે રાત્રે 10 વાગ્યે તેના બર્થ પર પર્સ અને મોબાઇલ મૂકીને બાથરૂમ ગઇ હતી. ઘણીવાર સુધી તે પાછી ના આવી તો તેના સહયાત્રીઓએ ટીસીને તેની જાણકારી આપી. પરંતુ તે દિવસે તેની કોઇ જાણ થઇ નહિ.

ત્યાં જ 3 માર્ચે એ સમયે સનસની ફેલાઇ ગઇ જયારે તેનો મૃતદેહ ગુજરાતના લિમખેડામાં મળ્યો. ઘટનાના 3.5 મહિના સુધી તો પોલિસના હાથે કંઇ ના લાગ્યુ. આ વચ્ચે તેને ન્યાય અપાવવા માટે તેની બહેને મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણને પત્ર લખ્યો છે. ટ્વીટર પર લોકોએ રેલ મંત્રી પિયુષ ગોયલને આ મામલાની તપાસ કરાવવાની માંગ કરી છે. કેટલાક લોકોએ આ મામલાની તપાસ CBI કરે તેવી માંગ કરી છે.

સુપ્રિયાએ 9.30 વાગે તેના કોઇ સંબંધીને ફોન કર્યો હતો અને લગભગ 5-7 મિનિટ વાત કરી હતી. તે બાદ તેણે 10 વાગ્યે તેના કોઇ કોલેજ મિત્ર સાથે વાત કરી અને તે બાદ તે વોશરૂમ ગઇ અને 3 માર્ચે તેનો મૃતદેહ ગુજરાતના લિમખેડાના ગોરિયા મગામાં રેલવે ઓવરબ્રિજ પાસે મળ્યો હતો. આ મામલે ગ્રામીણોએ પોલિસ સ્ટેશનમાં સૂચના આપી હતી.

પ્રતિકાત્મક તસવીર

23 વર્ષિય સુપ્રિયાએ ભોપાલની કોલેજમાં એમએસસી કર્યુ છે. તે સરકારી પરિક્ષાની તૈયારી કરી હતી. તેની રહસ્યમય હાલતમાં મોત થયા બાદ લોકો સોશિયલ મીડિયા પર તેને ન્યાય અપાવવા માટે લાગેલા છે અને આ મામલે તેની બહેન દ્વારા મુખ્યમંત્રીને પત્ર પણ લખવામાં આવ્યો છે.

Shah Jina