કોણ હતી સુપ્રીમ કોર્ટના વકીલ રેનૂ સિન્હા ? જેના પતિએ જ ઉતારી મોતને ઘાટ…પોલિસ તપાસમાં થયા હેરાન કરી દેનારા ખુલાસા

સુપ્રીમ કોર્ટના વકીલની હત્યા, પત્નીનું મર્ડર, નોએડાની કોઠી નંબર- D40 અને 4 કરોડની ડીલ…મહિલા વકીલ મર્ડર મામલામાં અનેક ખુલાસા

Renu Sinha Murder Case : ગુજરાત સહિત દેશભરમાંથી ઘણીવાર હત્યાના ચકચારી કિસ્સા સામે આવતા રહે છે, ત્યારે હાલમાં 10 સપ્ટેમ્બરના રોજ એક ખૂબ જ ચોંકાવનારો અને ચકચારી મામલો સામે આવ્યો. નોઈડાના સેક્ટર 30માં સુપ્રીમ કોર્ટની મહિલા વકીલ રેણુ સિન્હાની હત્યાનો મામલો સામે આવ્યો છે. આ કેસમાં પોલીસને મોટી સફળતા મળી છે. પોલીસે આરોપી પતિની તેના ઘરેથી જ ધરપકડ કરી લીધી છે.

આરોપી પતિ પોતાના ઘરના સ્ટોર રૂમમાં છુપાયેલો હતો. 61 વર્ષીય સુપ્રીમ કોર્ટના વકીલ રેણુ સિન્હાનો મૃતદેહ રવિવારે સાંજે તેમના ઘરના બાથરૂમમાંથી શંકાસ્પદ સંજોગોમાં મળી આવ્યો હતો. તેમના માથા પર ઈજાના નિશાન હતા. વકીલના ભાઈની સૂચનાથી પોલીસે દરવાજો તોડી લાશને બહાર કાઢી હતી. આ પછી તેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો અને પછી મૃતકના પરિવારજનોએ પતિ પર હત્યાનો આરોપ લગાવ્યો હતો.

જો કે મહિલા વકીલની હત્યા બાદ પતિ ગુમ હતો. તેની શોધખોળ કરવામાં આવી રહી હતી. ત્યારે રાત્રે લગભગ 3 વાગ્યે પોલીસે આરોપીની તેના જ ઘરેથી ધરપકડ કરી. પતિ ઘરના સ્ટોર રૂમમાં છુપાયેલો હતો. એવું સામે આવ્યુ છે કે આ હત્યા મિલકતના વિવાદમાં કરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટની મહિલા વકીલની હત્યાના મામલામાં તેના પતિ નીતિન સિન્હાની ધરપકડ થઇ છે.

નીતિન સિન્હા હત્યા બાદ ઘરના સ્ટોર રૂમમાં છુપાયેલો હતો. નીતિન સિન્હા પર આરોપ છે કે તે પોતાનું ઘર વેચીને વિદેશ ભાગી જવા માંગતો હતો અને મહિલા વકીલ આનો વિરોધ કરી રહી હતી. આવી સ્થિતિમાં તેણે પત્નીને રસ્તામાંથી હટાવી દીધી. રેણુના પતિએ તેના પર ઘર વેચવા માટે દબાણ કર્યું પરંતુ રેણુ ઘર વેચવા માંગતી ન હતી. જ્યારે તેણે ના પાડી તો તેના પતિએ તેની હત્યા કરવાની યોજના બનાવી.

અગાઉ તેણે બ્રિટિશ પાસપોર્ટ મેળવ્યો અને તે પોતાની હવેલી વેચીને બ્રિટનમાં સ્થાયી થવાની યોજના બનાવી રહ્યો હતો. હત્યા બાદ નીતિન સિંહાએ લાશનો નિકાલ કરવાનો પ્લાન પણ તૈયાર કર્યો હતો. પોલીસ ઘરે પહોંચે તે પહેલા તેણે ઘણા પુરાવાનો નાશ પણ કર્યો હતો.

પરંતુ તે તમામ પુરાવાનો નાશ કરે કે તે પહેલા જ મહિલા વકીલના ભાઈની માહિતી પર પોલીસ તેના ઘરે પહોંચી ગઈ અને આખરે નીતિનનો આખો ખેલ સામે આવ્યો. આરોપીએ જણાવ્યું કે તે પહેલા ઈન્ડિયન રેવન્યુ સર્વિસ ઓફિસર હતો. બાદમાં તેણે નોકરી છોડી દીધી હતી. હાલ તો પોલિસ આરોપીની વધુ પૂછપરછ કરી રહી છે.

Shah Jina